Chardham Yatra- ચારધામ યાત્રા: 27 દિવસમાં 58 લોકોના મોત

શુક્રવાર, 19 મે 2023 (16:54 IST)
Chardham yatra-  27 દિવસ દરમિયાન લગભગ 10 લાખ ભક્તોએ ગઢવાલ હિમાલયમાં 10 હજાર ફૂટ ઉપર સ્થિત ચાર હિમાલય મંદિરો - કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં પૂજા કરી છે. 
 
એપ્રિલના અંતમાં ઉત્તરાખંડના તમામ ચાર ધામ ગંગોત્રી યમુનોત્રી બદ્રીનાથ કેદારનાથના દરવાજા શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. દરરોજ દેશભરમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીં પહોંચી રહ્યા છે. 27 દિવસ દરમિયાન લગભગ 10 લાખ ભક્તોએ ગઢવાલ હિમાલયમાં 10 હજાર ફૂટ ઉપર સ્થિત ચાર હિમાલય મંદિરો - કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં પૂજા કરી છે. 
 
27 દિવસમાં 58 મૃત્યુ નોંધાયા છે, જેમાંથી મોટા ભાગના કાર્ડિયાક અરેસ્ટ સાથે સંબંધિત છે અને કેદારનાથમાં થયા છે. આ યાત્રાળુઓ કાં તો ટ્રેક રૂટ પર અથવા હોટલોમાં મૃત્યુ પામ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર