10 મહિનાની બાળકીને રેલવેમાં નોકરી મળી, રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર બની ઘટના

શુક્રવાર, 8 જુલાઈ 2022 (19:20 IST)
છત્તીસગઢમાં એક અકસ્માતમાં પોતાનાના માતા-પિતાને ગુમાવનાર 10 મહિનાની બાળકીને રેલ્વેએ કરુણાના આધારે (10 Month Old Offered Compassionate Appointment)   નોકરી આપી છે. અધિકારીઓએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે તે 18 વર્ષની થાય પછી રેલવેમાં કામ કરી શકે છે. તેમણે કહ્યું કે રાજ્યના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત આટલી નાની ઉંમરની છોકરીને અનુકંપાનાં ધોરણે આવી ઓફર આપવામાં આવી છે.
 
અનુકંપાનાં ધોરણે આ  નિમણૂકનો હેતુ મૃત સરકારી કર્મચારીઓના પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડવાનો છે. સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વે (SECR) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 4 જુલાઈના રોજ SECR, રાયપુર રેલવે ડિવિઝનના કર્મચારી વિભાગમાં 10 મહિનાની એક બાળકીની નોંધણી કરવામાં આવી હતી.
 
નિવેદનમાં જણાવાયું છે કે છોકરીના પિતા રાજેન્દ્ર કુમાર ભિલાઈમાં રેલવે યાર્ડમાં સહાયક તરીકે કામ કરતા હતા. 1 જૂનના રોજ એક માર્ગ અકસ્માતમાં તેમની પત્ની સાથે તેમનું મોત થયું હતું. જોકે, બાળકી બચી ગઈ હતી.
 
તેમાં કહેવામાં આવ્યું છે કે, રાયપુર રેલવે ડિવિઝન દ્વારા કુમારના પરિવારને નિયમો અનુસાર તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યું કે તેઓએ રેલ્વે રેકોર્ડમાં સત્તાવાર નોંધણી માટે બાળકીના ફિંગરપ્રિન્ટ્સ લીધા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર