ગુજરાતમાંથી 7000 હજયાત્રી જશે પવિત્ર હજયાત્રામાં

બુધવાર, 1 ઑગસ્ટ 2018 (14:06 IST)
મુસ્લિમ સમાજ માટે પવિત્ર માનવામાં આવતી હજયાત્રાનો પ્રારંભ અમદાવાદ ખાતેથી થયો હતો. આજે ઇન્ટરનેશનલ એરપોર્ટ થી 300 જેટલા હજયાત્રીઓને લઈને પ્રથમ ફલાઇટ જીદ્દાહ જવા રવાના થઈ હતી. જે માટે હજયાત્રીઓને એરપોર્ટ સુધી મુકવા અને તેમને વિદાય આપવા માટે સગાવહાલાઓએ હાજરી આપી હતી. સાથે જ તેમની યાત્રા સફળ નીપજે તે માટે એરપોર્ટ ઉપર સગાવહાલાઓએ પ્રાર્થના પણ કરી હતી. તે ઉપરાંત વરસાદમાં લોકોને રાહત મળે તે માટે એરપોર્ટ ઉપર વૉટર પ્રુફ તંબુ પણ લગાડવામાં આવ્યા હતા અને કેટલાક સેવા ભાવિ લોકો દ્વારા હજયાત્રીઓ માટે ચા નાસ્તાની વ્યવસ્થા પણ મુકાઈ હતી. આમ, આજથી શરૂ થયેલી હજયાત્રાની ફલાઇટનો શિડ્યુલ 16મી ઓગસ્ટ સુધી ચાલશે. જે માટે કુલ 23 જેટલી ફ્લાઇટમાં દરરોજ 300 જેટલા હજયાત્રીઓની સાથે ઉડાન ભરશે અને ત્યારબાદ 11 સપ્ટેમ્બરથી તમામ હજયાત્રીઓ હજની વિધિ પૂર્ણ કરીને પાછા અમદાવાદ આવવા માટે પરત ફરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર