ગણપતિ બાપા મોરિયા રે

W.DW.D
ૐ ગં ગણપત્તયે નમો નમ:
સિદ્ધી વિનાયક નમો નમ:
અષ્ટ વિનાયક નમો નમ:
ગણપતિ બાપા મોરિયા...

15 સપ્ટેમ્બર થી ગણેશોત્સવ શરૂ થઇ ગયો છે... આખા દેશ ગણેશ ભક્તિમાં ઓત-પ્રોત છે... શિવપુત્ર ગજાનનના જન્મ દિવસ પર અમે તમને દર્શન કરાવી રહ્યા છીએ ઇંદોરના ખજરાના મંદિરના. ખજરાના મંદિરને ગણેશ ભગવાનનું સ્વયંભૂ મંદિર માનવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ 1735માં થયું હતુ.

કહેવામાં આવે છે કે મંગળ ભટ્ટ નામના પૂરોહિતને દરરોજ એક સપનું આવતુ હતુ. સપનામાં વિઘ્નનિનાશક ગણપતિ એમને વિનતી કરતા હતા કે મને બહાર કાઢો. આ સપનાથી ચિંતિત મંગળ ભટ્ટજીએ અહિલ્યા માતાના દરબારમાં એમનું સપના વિશે કહયું. રાજમાતા અહિલ્યાજીએ સપનામાં દેખાડેલા સ્થળ (કુવા)નું ખોદકામ કરવાનો આદેશ કર્યો. ઘણુ બધુ ખોદી નાખ્યા બાદ કુવામાંથી સાચેજ ગણપતિ બાપાની મૃર્તિ નિકળી, જેને આ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી.

ફોટો ગેલેરી જોવા માટે અહીં ક્લીક કરો...

મૃર્તિની સ્થાપનાને સાથે-સાથેજ આ મંદિરને સિદ્ધ મંદિર પણ લોકો માનવા લાગ્યા. માનવામાં આવે છે કે આહ્યા વિઘ્ન વિનાયકનું જાગ્રુત સ્વરૂપ વાસ કરે છે, જે ભક્તોની દરેક મનોકામના પુરી કરે છે. અહીં એવી પણ માન્યતા છે કે જે લોકો એની બાધા મનમાં રાખી અહી દોરાની રાખડી બાંધે તો એની મનોકામના હમેંશા પુરી થાય છે. મનોકામના પુરી થયા બાદ ભક્તો અહી બાધેલા દોરામાંથી ફક્ત એક દોરો ખોલી નાખે છે.
W.DW.D



મંદિરનું પ્રાંગણ ઘણુ ભવ્ય અને મનોહારી છે... પ્રાંગણમાં મુખ્ય મંદિર સિવાય અન્ય દેવી-દેવતાઓંના 33 નાના-મોટા મંદિરો પણ છે. મુખ્ય મંદિરમાં ગણેશજીની પ્રાચીન મૂર્તિ છે એમની સાથે-સાથે શિવ શંભૂ અને દુર્ગામાંની મૃર્તિઓ પણ છે. 33 અન્ય મંદિરોમાં અનેક દેવી-દેવતાઓનો વાસ છે.... મંદિર પ્રાંગણમાં જ પીપળાનું જુનું વૃક્ષ છે... વૃક્ષને પણ મનોકામના પૂર્ણ કરનારૂ માનવામાં આવે છે.

મંદિરમાં આવવાવાળા શ્રદ્ધાળુ આ વૃક્ષની પરિક્રમા અવશ્ય કરે છે. એમની સાથે જ આ વૃક્ષ ઉપર હજારો પોપટો વાસ કરે છે. એનો કલરવ અહીંની સંધ્યાને ખૂબજ સુંદર બનાવી દે છે. આ મંદિરની ખાસિયત અહીની સર્વધર્મ સમભાવની છે... અહીં હિન્દૂ હોય કે મુસ્લિમ કે કોઇપણ ધર્મનો ભક્ત... અહીં માનતા(બાધા) લઇને જરૂર આવે છે. અનેક લોકો તેના વાહનને ખરીદીને અહીં તેને રક્ષા બાંધવા જરૂર લાવે છે.

મંદિરમાં ગણેશજી થી જોડાયેલા તમામ ઉત્સવને ખૂબજ ધામધૂમથી ઉજવામાં આવે છે. દર બુધવારે અહીં મેળો ભરાય છે આ વર્ષે ગણેશોત્સવના સમયે અહીં 11 લાખ મોદકોંનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો.

W.DW.D
મંદિરના નિર્માણના સમય થી આ મંદિરની દેખરખ પુરોહિત મંગળ ભટ્ટનો પરિવાર જ રાખે છે.... થોડાક વર્ષો પહેલાજ વિવાદોના કારણે આ મંદિરને જિલ્લા પ્રસાશનના અંતર્ગત કરી દેવામાં આવ્યું છે. હવે શહેર કલેક્ટરના નિર્દેશ પર એક સમિતિ બનાવવામાં આવી છે જે મંદિરની દેખરેખ કરે છે. આ સમિતિમાં ભટ્ટ પરિવાર એમનું સક્રિય યોગદાન આપે છે. વર્તમાનમાં ભટ્ટ પરિવારના મુખ્યા ભાલચંદ્ર ભટ્ટ મહારાજ આ મંદિરની દેખરેખ કરે છે. મંદિરના પુન:નિર્માણના માટે તેમણે સતત ઘણા વર્ષો ઉપવાસ કર્યા છે. આજે પણ મુખ્ય પ્રસંગો પર વયોવૃદ્ધ ભાલચંદ્ર ભટ્ટ પોતે એમના ઇષ્ટ દેવની પૂજા કરે છે.

કયારે જવાઇ - આ મંદિરના દર્શનના માટે તમે અહીં ગમે ત્યારે આવી શકો છો. મંદિરની પાસે દર બુધવારે મેળો ભરાય છે, પરંતુ જો તમે મંદિરમાં વિશેષ આયોજન જોવાનું ઇચ્છો છો તો ગણેશ ચતુર્થીના પર્વના સમયે આવો. આ સમયે અહીં ખાસ પૂજાનું આયોજન થાય છે. આ દિવસે ગણેશજીને વિશેષ નૈવેધ ચઢાવવામાં આવે છે.

કેવી રીતે જશો - ઇંદોરને મધ્યપ્રદેશની વ્યાવસાયિક રાજધાની મનાઇ છે. અહીં દેશ એક મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ (આગ્રા-મુંબઇ)થી જોડાયેલો છે. તમે દેશના કોઇપણ સ્થળેથી અહીં રોડ, રેલ કે વાયુ(એર) માર્ગે થી ખૂબ સહેલાઇ થી આવી શકો છો.