Shravan Na Niyam: શ્રાવણનાં મહિનામાં શું કરવું શું નહિ, શ્રાવણ માસમાં કયા કામ કરવાની મનાઈ છે જાણો બધુ
સોમવાર, 21 જુલાઈ 2025 (09:34 IST)
Shravan Do and Do Not: ગુજરાતી શ્રાવણ મહિનો શુક્રવાર, 25 જુલાઈના ખાસ દિવસથી શરૂ થઈ રહ્યો છે. તેના આગમનને લઈને બધા શિવભક્તો ઉત્સાહિત છે. શ્રાવણ મહિનો ભગવાન શિવની પૂજા અને આરાધના માટે ખાસ માનવામાં આવે છે. આ સાથે, શ્રાવણ સોમવારનો ઉપવાસ ભગવાન શિવના ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શ્રાવણ મહિના માટે કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે. સાથે જ કેટલાક કાર્યો ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે. જાણો તેના વિશે .
શ્રાવણ મહિનામાં શું કરવું
- શ્રાવણ દરમિયાન, ભક્તોએ નિયમિતપણે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.
- શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધ, પાણી, દહીં, ઘી અને મધનો અભિષેક કરવો જોઈએ.
- શ્રાવણ પૂજામાં બેલપત્ર, ધતુરા, ભાંગ અને સફેદ ફૂલો ચઢાવવાનું પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
- જો શક્ય હોય તો, શ્રાવણ સોમવારે ઉપવાસ કરો. આ વ્રત ભગવાન શિવના આશીર્વાદ લાવે છે તેવું માનવામાં આવે છે.
- શ્રાવણમાં કોશિશ કરો કે તમે કોઈ પણ વ્યક્તિને કોઈ રીતે કામ આવો.. ખાસ કરીને વડીલોની સેવા કરવી કે મદદ કરવી
- શ્રાવણ મહિનામાં "ૐ નમઃ શિવાય" મંત્રનો જાપ અને ધ્યાન કરવું પણ ખૂબ લાભકારી છે.
- શ્રાવણમાં ગરીબોને દાન કરવાથી પણ તમે ભગવાન શિવના આશીર્વાદનાં પાત્ર બની શકો છો.
શ્રાવણમાં શું ન કરવું
- શ્રાવણ મહિનામાં શું ન કરવું તેનું પાલન કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. શ્રાવણ મહિનામાં કેટલીક ભૂલો ટાળવી જોઈએ.
- શ્રાવણ મહિનામાં માંસાહારી ખોરાક, દારૂ અને તમાકુનું સેવન ટાળો. આ વસ્તુઓ પવિત્ર માનવામાં આવતી નથી.
- શ્રાવણ મહિનામાં ડુંગળી અને લસણનું સેવન પણ ટાળવું જોઈએ.
- ક્રોધ, લોભ વગેરે જેવા ખરાબ વિચારો ટાળો. નકારાત્મક વિચારોથી દૂર રહો.
- પ્રાણીઓ અને પક્ષીઓને નુકસાન ન કરો. પ્રકૃતિનું પણ રક્ષણ કરો. શ્રાવણ મહિનામાં આ કાર્યો શુભ પરિણામો આપે છે.
- સ્વચ્છતાનું ધ્યાન રાખો અને સ્વચ્છતાને પ્રાથમિકતા આપો.
શ્રાવણ 2025 ક્યારથી શરૂ થાય છે
ગુજરાત, મહારાષ્ટ્રમાં શ્રાવણ મહીનો 25 જુલાઈ 2025 થી થઈ રહ્યો છે. આ વખતે શ્રાવણમાં 4 સોમવાર છે જેમાં પ્રથમ 28 જુલાઈ, બીજો 4 ઓગસ્ટ, ૩જો સોમવાર 11 ઓગસ્ટ અને ચોથો અને છેલ્લો સોમવાર 18 ઓગસ્ટ નાં રોજ આવશે