એકાદશીનુ ભજન - ધન્ય એકાદશી... એકાદશી કરીએ તો વૃજ સુખ પામીએ
સોમવાર, 21 જુલાઈ 2025 (13:05 IST)
ધન્ય એકાદશીનું વ્રત, એકાદશી કરીએ તો વૃજ સુખ પામીએ
મારે એકાદશીનું વ્રત સારુ છે, એ તો પ્રાણજીવન પ્યારું છે.
એ તો વ્રજમાં લઇ જનારું છે…ધન્ય
મારે ગંગા ઘાટે જાવું છે, મારે જમુના જળમાં ન્હાવું છે,
મારે ભવ સાગર તરી જાવું છે…ધન્ય
મારે દશ ઇન્દ્રિય વશ કરવી છે, મારે મનમાં સ્થિરતા ધરવી છે,
મારે ચિત શુદ્ધિ આદરવી છે…ધન્ય
મારે સમયે શરીરને કસવું છે, ઉપવાસે પ્રભુ સંગ વસવું છે,
પરમાથ માંહી ઘસવું છે…ધન્ય
અંબરીષે વૃત રસ પીધા છે, દંડ દુર્વાસાએ દીધા છે,
રક્ષણ રખવાળાઓ કીધા છે…ધન્ય
જેણે એકાદશી વ્રત કીધા છે, તેના પાંચ પદારથ સીધા છે,
તેને પ્રભુએ પોતાના કરી લીધા છે…ધન્ય
મારે પંઢરપુરમાં જાવુ છે, મારે ચંદ્ર ભાગામાં ન્હાવું છે,
મારે વીઠલરાયજી નીરખવા છે…ધન્ય
જે કોઇ બાર માસ કરી એકાદશી, એના અંતરમાં વસે અવિનાશી,
જે નહિ કરે તે રહેશે હાથ ધસી…ધન્ય