અજમેર શરીફની દરગાહ

W.DW.D
દરગાહ અજમેર શરીફ.... એક એવું પવિત્ર પ્રતિષ્ઠિત નામ છે, જેને સાંભળીને જ એક આત્મીય આનંદ મળે છે... હમણાં રમજાન મહિનો ચાલી રહ્યો છે.... આ માહ-એ-મુબારકમાં દરેક સચાઇ પર 70 ગણુ પુણ્ય મળે છે. રમજાનુલ મુબારકમાં અજમેર શરીફમાં હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી રહમતુલ્લા અલૈહની મજારની જિયારત કરી દરૂર-ઓ-ફાતેહા પઢવાની દરેક ખ્વાજાના ચાહકોની હોય છે, પણ રમજાનની મસરુફિયત અને કેટલાંક અન્ય કારણોથી બધાને માટે આ મહિનામાં અજમેર શરીફ જવું શક્ય નથી. આવા બધા લોકોને માટે ધર્મયાત્રામાં અમારી આ પ્રસ્તુતિ ખાસ ભેટ છે.

દરગાહ અજમેર શરીફનું ભારતમાં બહું મહત્વ છે. ખાસ વાત એ પણ છે કે ખ્વાજા (માલિક) પર દરેક ધર્મના લોકોને વિશ્વાસ હોય છે. અહીં આવવાવાળા જાયરીન (શ્રદ્ધાળુઓ) ભલે તે કોઈ પણ જાતિનો કેમ ન હોય, માલિકના દરવાજે હાજરી આપ્યા પછી તેના મનમાં એક વિશ્વાસ જ બાકી રહે છે. દરગાહ અજમેર.કોમ ચલાવવાવાળા હમીદ સાહેબ કહે છે કે ગરીબ નવાજનું આકર્ષણ જ કંઈક એવું છે કે દરેક લોકો અહીં ખેંચાઈને ચાલ્યા આવે છે. અહીં આવીને લોકોને મનની શાંતિ મળે છે.

ફોટો ગેલેરી જોવા માટે અહીં ક્લીક કરો...

ભારતમાં ઈસ્લામ ધર્મ સાથે જ સૂફી ધર્મની શરૂઆત થઈ હતી. સૂફી સંત એક ઈશ્વરવાદ પર વિશ્વાસ રાખતા હતા.... તે બધા ધાર્મિક આડંબરો થી ઉપર અલ્લાહને પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દેતાં હતા. તે ધાર્મિક સહિષ્ણુતા, ઉદારવાદ, માનવપ્રેમ અને ભાઈચારા પર જોર આપતાં હતા. તેમાંથી જ એક હતા હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી રહમતુલ્લા અલૈહ. ખ્વાજા સાહેબનો જન્મ ઈરાનમાં થયો હતો. પોતાના જીવનના કેટલાંક પડાવ અહીં વિતાવ્યા પછી તે હિન્દુસ્તાન આવી ગયા.

W.DW.D
ખ્વાજા સાહેબ શિદ્દતથી અલ્લાહના ઈશ્કમાં તેમની ઈબાદત કરતાં હતા. અને લોકોના સુખ-દુઃખની દુઆ કરતાં હતા. માનવ સેવા જ ખ્વાજા સાહેબનો પરમ ધર્મ હતો. એક વાર બાદશાહ અકબરને તેમની દરગાહ પર પુત્ર રત્નની પ્રાપ્તિને માટે જિયારત(યાત્રા) કરીને દુઆ કરી હતી.ખ્વાજા સાહેબની દુઆથી બાદશાહ અકબરને પુત્રની પ્રાપ્તિ થઈ. ખુશીની આ ક્ષણે ખ્વાજા સાહેબનો આભાર માનવા અકબર બાદશાહે આમેર થી અજમેર શરીફ સુધી પગપાળા ખ્વાજાના દરવાજે હાજરી આપી હતી.

W.DW.D
તારાગઢ પહાડીની તલછટી(કાઁટેડા)માં સ્થિત દરગાહ શરીફ વાસ્તુકલાની દ્રષ્ટિએ બેજોડ છે... અહીં ઈરાની અને હિન્દુસ્તાની વાસ્તુકલાનો સુંદર સંગમ જોવા મળે છે. દરગાહનો પ્રવેશ દ્રાર અને ગુંબદ એકદમ સુંદર છે. તેનો કેટલોક ભાગ અકબરે તો કેટલોક જહાઁગીરે પૂરો કરાવ્યો છે. એવું માનવામાં આવે છે કે દરગાહને પાકી કરવાનું કામ માંડૂના સુલ્તાન ગ્યાસુદ્દીન ખિલજીએ કરાવ્યું હતુ. દરગાહની અંદર એક અતિસુંદર નક્કશી કરેલો ચાઁદીનો કોઠાર છે. આ કોઠારની અંદર ખ્વાજા સાહેબની દરગાહ છે. આ કોઠાર જયપુરના મહારાજા રાજા જયસિંહે બનાવ્યો હતો.
દરગાહમાં એક સુંદર મહેફિલખાનું પણ છે. જ્યાં કવ્વાલીઓ ખ્વાજાની શાનમાં કવ્વાલી ગાય છે. દરગાહની આજુબાજુ કેટલીય ઐતિહાસિક ઈમારતો આવેલી છે.

ધાર્મિક સદ્દભાવની મિસાલ - ધર્મના નામ પર નફરત ફેલાવવાવાળા લોકોએ ગરીબ નવાજની દરગાહ પરથી સબક લેવો જોઈએ...ખ્વાજાના દરવાજા પર હિન્દૂ હોય કે મુસ્લિમ કે કોઈ અન્ય ધર્મને માનવાવાળા, બધા જિયારત કરવાં આવે છે. અહીંનો મુખ્ય તહેવાર ઉર્સ કહેવાય છે. જે ઈસ્લામ કેલેંડરના રજબ મહિનાની પહેલી થી છઠી તારીખ સુધી મનાવવામાં આવે છે. ઉર્સની શરૂઆત બાબાની મજાર પર હિન્દૂ પરિવાર દ્રારા ચાદર ચઢાવ્યાં પછી જ થાય છે.

દેગડીનો ઈતિહાસ - દરગાહના આંગણામાં બે મોટી દેગડીઓ રાખવામાં આવી છે... આ દેગડીઓ બાદશાહ અકબર અને જહાઁગીરને ચઢાવવામાં આવી હતી. ત્યારથી લઈને આજ સુધી આ દેગડીઓમાં કાજૂ, બદામ, ઈલાયચી, કેસરની સાથે ચોખા રાંધવામાં આવે છે. અને ગરીબોને ખવડાવવામાં આવે છે.

W.DW.D
કેવી રીતે જશો - દરગાહ અજમેર શરીફ રાજસ્થાનના અજમેર શહેરમાં આવેલું છે. આ શહેર રોડ, રેલ, વાયુ(એર) પરિવહન દ્રારા બાકીના દેશ સાથે જોડાયેલું છે. જો તમે વિદેશમાં રહેતાં હોય અથવા તો અહીંની દરગાહ સાથે જોડાયેલી વધુ કોઇ માહિતિ આપને જોઈતી હોય તો દરગાહ અજમેર.કૉમ કે રાજસ્થાન પર્યટન વિભાગ સાથે સંપર્ક કરી શકો છો.