Waqf Board Property: કેન્દ્ર સરકારે સોમવારે (9 ડિસેમ્બર 2024) સંસદમાં વકફ બોર્ડની મિલકતો સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે કહ્યું કે દેશભરમાં કુલ 994 વક્ફ પ્રોપર્ટીની માલિકી બદલી દેવામાં આવી છે અથવા તેના પર અતિક્રમણ કરવામાં આવ્યું છે. તેમાંથી તમિલનાડુમાં સૌથી વધુ 734 મિલકતો છે.