મુંબઈમાં સોમવારે રાત્રે બસ અકસ્માત થયો હતો, જેમાં સાત લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 43 અન્ય ઘાયલ થયા છે.
આમ છતાં તેમને નોકરી કેવી રીતે મળી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પહેલાં મુંબઈ ઝોન-5ના ડીસીપી (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) ગણેશ ગાવડેએ આ અકસ્માત અંગે માહિતી આપતા જણાવ્યું હતું, "બેસ્ટની (બૃહણમુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપૉર્ટ) બસ અનિયંત્રિત થઈ ગઈ હતી અને ડ્રાઇવરે કેટલીક ગાડીઓને અડફેટે લીધી હતી. જેમાં 25 લોકો ઘાયલ થયા છે અને ચાર લોકોનાં મૃત્યુ થયાં છે."
તેમણે ઉમેર્યું, "તમામ ઘાયલોને હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બીએસટીની બસને અકસ્માતસ્થળેથી હઠાવી દેવામાં આવી છે અને આરટીઓ (રિજનલ ટ્રાન્સપૉર્ટ ઑફિસ) દ્વારા તેનું નિરીક્ષણ હાથ ધરવામાં આવશે."