Kashmir Snowfall Photos: કાશ્મીરમાં હિમવર્ષાના આકર્ષક નજારા દેખાવા લાગ્યા છે. શ્રીનગરમાં તાપમાન માઈનસ 5.4 ડિગ્રી નોંધાયું હતું, જેના કારણે દાલ સરોવરના બહારના ભાગો અને અન્ય જળાશયો જામવા લાગ્યા હતા. IMD એ આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની આગાહી કરી છે.
IMD કાશ્મીર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, શ્રીનગરમાં સિઝનનું સૌથી ઓછું તાપમાન માઈનસ 5.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનની સૌથી ઠંડી રાત હતી.
જ્યારે શ્રીનગરમાં સોનમર્ગ સૌથી ઠંડું સ્થળ હતું, જ્યાં તાપમાન માઈનસ 9.7 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું હતું. ગુલમર્ગનું પ્રખ્યાત સ્કી-રિસોર્ટ માઈનસ 9.0 ડિગ્રી સેલ્સિયસ સાથે બીજા નંબરનું સૌથી ઠંડું સ્થળ હતું.