ઈંદુ મલ્હોત્રા - વકાલતની દુનિયામાં નવુ નામ... જાણો કેટલીક વિશેષ વાતો

શુક્રવાર, 27 એપ્રિલ 2018 (10:32 IST)
ન્યાયાલયના ક્ષેત્રમાં એક વધુ ચેહરો ઉભરીને સામે આવ્યો છે. તેમનુ નામ છે ઈંદુ મલ્હોત્રા. 
 
 આજે આપણા દેશની મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનો પરચમ લહેરાવી રહી છે.  પછી ભલે એ રમત હોય કે રક્ષા મંત્રાલય કે પછી રાજનીતિ અને ન્યાયાલયની વાત હોય દરેક ક્ષેત્રમાં પુરૂષોના ખભા સાથે ખભો મેળવીને ચાલવુ અને પોતાનો એક નવો મુકામ કાયમ કરવો હવે સામાન્ય વાત થઈ ગઈ છે. 
 
આવા જ ન્યાય મામલે એક વધુ ચેહરો ઉભરીને સામે આવ્યો છે. તેનુ નામ છે ઈન્દુ મલ્હોત્રા.  ઈંદુ મલ્હોત્રા સુપ્રીમ કોર્ટમાં વકીલથી સીધી જજ બનનારી દેશની પ્રથમ મહિલા વકીલ હશે. ઉલ્લેખનીય છે કે વરિષ્ઠ વકીલ ઈન્દુ મલ્હોત્રાને સુપ્રીમ કોર્ટની જજ બનાવવા પર સરકારે પોતાની મોહર લગાવી દીધી છે. 
જો કે તેમનુ નામ આવવાથી રાજનીતિક પરિસરમાં ખૂબ હલચલ મચતી જોવા મળી રહી છે.  વિપક્ષે પણ અનેક મુદ્દા ઉઠાવ્યા અહી સુધી કે તેમનુ નામ રદ્દ કરવાની પણ વાત કરી. પણ સરકાર પોતાના નિર્ણય પર કાયમ રહી અને શુક્રવારે ઈન્દુ મલ્હોત્રા સુપ્રીમ કોર્ટના જજના રૂપમાં શપથ લેશે. 
 
રાજનીતિમાં હલચલ લાવનારી ઈન્દુ મલ્હોત્રા વિશે કેટલાક એવા તથ્ય છે જે કદાચ જ કોઈને ખબર હશે. તેમની વકાલતની સફર ... અને આ નામથી કેમ મચી છે હલચલ આવો જાણીએ... 
 
- સુપ્રીમ કોર્ટમાં સીધા જજ બનનારી દેશની પ્રથમ મહિલા 
- સુપ્રીમ કોર્ટના લગભગ 68 વર્ષના ઈતિહાસમાં ઈન્દુ મલ્હોત્રા એસસીની સાતમી મહિલા જજ હશે. ઈન્દુ પહેલા જસ્ટિસ ફાતિમા બીવી, સુજાતા મનોહર, રૂમા પાલ, જ્ઞાન સુધા મિશ્રા રંજના દેસાઈ અને આર ભાનુમતિ સુપ્રીમ કોર્ટની જજ બની છે. 
- ઈન્દુ મલ્હોત્રાનો જન્મ 1965માં બેંગલોરમાં થયો હતો. કેટલાક સમય પછી તે દિલ્હી આવી ગઈ. 
- ઈન્દુએ દિલ્હીની શ્રીરામ કોલેજમાં પોલીટિકલ સાયંસ અને માસ્ટરની ડિગ્રી મેળવી. 
- ઉલ્લેખનીય છે કે ઈન્દુ 1983થી પ્રેકટિસ કરી રહી છે અને તે અનેક મહત્વના નિર્ણયોની જજ પણ રહી છે. 
- ઈન્દુ મલ્હોત્રા વકીલ પરિવારમાંથી છે. તેમના પિતા ઓમ પ્રકાશ મલ્હોત્રા એક જાણીતા વકીલ હતા અને તેમના ભાઈ બહેન પણ વકીલ છે. 
- વકાલત શરૂ કરતા પહેલા તેઓ એક ટીચર હતી અને દિલ્હીના કોલેજમાં ભણાવતી હ અતી. 
- 1988માં તે સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ ઑન રેકોર્ડ પણ પસંદ કરવામાં આવી અહ્તી. 
- 2007માં સુપ્રીમ કોર્ટે ઈન્દુને સીનિયર વકીલ તરીકે નિમણૂંક કરી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર