Dhoni Vs Kohli મહેન્દ્ર સિંહ ધોનીએ બતાવ્યુ કે આજે પણ એ જ છે બૉસ

ગુરુવાર, 26 એપ્રિલ 2018 (17:58 IST)
બુધવારે રાત્રે સાડા નવ વાગ્યે જ્યારે આઈપીએલની સૌથી રોમાંચક મેચની 20 ઓવર પૂરી થઈ તો રૉયલ ચેલેંજર્સ બેંગલોર(RCB)ને આછી આછી પોતાની જીત તો દેખાવવા જ લાગી હતી. 
 
વિરાટ કોહલીના જલ્દી આઉટ થયા પછી દક્ષિણ આફ્રિકી જોડી એ બતાવ્યુ કે તેમને ઓછા ન સમજવા જોઈએ. વચ્ચે ટીમ લડખડાઈ પછી અંતિમ ઓવરોમાં વોશિંગટન સુંદરની નાની પણ અસરદાર રમતે બેંગલોરનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો. અને જ્યારે પ્રથમ રમનારી ટીમ 200નો આંકડો પાર કરે છે તો પછી લક્ષ્યનો પીછો કરનારી ટીમને તેને ચેઝ કરવુ મુશ્કેલ થઈ જાય છે. પણ એ ટીમ માટે જેમા મહેન્દ્ર સિંહ ધોની ન હોય. 
 
બેંગલોરની ટીમ ને ભલે અડધી મેચ જીત્યા પછી પોતાની જીત દેખાઈ ગઈ હોય પણ એ ભૂલી નહોતી કે સામેની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ છે. જે ભલે કેટલી પણ ઓછી દેખાય પણ મેચમાંથી બહાર ક્યારેય હોતી નથી. 
 
એ જ થયુ વિરાટ કોહલીની ટીમ બેટિંગ પછી ખુશ લાગી રહી હતી પણ લગભગ બે કલાક પછી જ્યારે તેના ખેલાડી મેદાન પર પગ ઘસતા બહાર નીકળી રહ્યા હતા તો તેમના ચેહરા ઉતરેલા અને ગરદન લટકી ગઈ હતી.  તમને એ જાણીને આશ્ચર્ય થશે કે 206 રનનો પીછો કરવા ઉતરેલી 
CSKને 100 રન પૂરા કરવામાં 12 ઓવર લાગી ગઈ હતી.  બાકી બચેલા 8 ઓવરમાં તેમને 106 રન કરવાના હતા પણ ધોની અને અંબાટી રાયડૂએ પોતાની સમજદારીભરી રમતથી આ મુશ્કેલ ટાસ્કને મઝાક બનાવી દીધી. જે 206 રનનો લક્ષ્ય તેમને પહાડ જેવો લાગી રહ્યો હતો તે 2 બોલ બાકી રહેતા પહેલા પૂરો થઈ ગયો. 
 
ખૂબ જ સમજદારી ભરી રમતમાં 34 બોલ પર 70 રન બનાવ્યા જેમા એક ચોક્કો અને સાત છક્કા સામેલ છે તેમા પહેલાથી જ ક્રીઝ પર રહેલ રાયડોએ કરોડરજ્જુનો રોલ નિભાવ્યો અને 53 બોલમાં 82 રન બનાવ્યા જેમા ત્રણ ચોક્કા અને આઠ છક્કા સામેલ છે. 
ડી વિલિયર્સની રમત જોઈને લાગી રહ્યુ હતુ કે બધુ જોઈ લીધુ પણ બીજા દાવે પ્રથમ દાવ ભૂલાવી દીધો. મેચમાં કુલ 33 છક્કા લગાવાયા જે આઈપીએલનો રેકોર્ડ છે. ચેન્નઈ અત્યાર સુધી બે મેચમાં 200થી વધુનો આંકડો ચેઝ કરી ચુકી છે. 
 
પણ બંનેમાં ફર્ક એ છે કે રાયડૂનો કેચ છૂટ્યો અને પછી રનઆઉટ થયો બીજી બાજુ ધોનીએ સામેવાળી ટીમને બિલકુલ ચાંસ ન આપ્યો અને ટીમને જીત સુધી પહોચાડ્યા પછી જ દમ લીધો. તેઓ જ્યારે પીક પર હતા તો તેમને દુનિયાના બેસ્ટ ફિનિશર કહેવાતા હતા અને બુધવારની રાત્રે એનો જ અંક્ષ જોવા મળ્યો. 
 
વર્તમાન સમયના ભારતીય ટીમના કપ્તાન રહેલ કોહલીની ચૂક અને આરસીબીની કમજોરી એ છે કે તેમની પાસે અંતિમ ઓવર ફેંકનારો સારો બોલર બચ્યો નહોતો અને કોહલીથી વધુ આ વાત ધોનીને ખબર હતી. 
 
CSKની બેટિંગ દરમિયાન એક ઓવર કે એક ક્ષણ પણ એવી નહોતી જ્યારે ધોનીના ચેહરા પર કોઈ ટેંશન જોવા મળ્યુ હોય. ન તો તેમણે એવો કોઈ શૉટ રમ્યો જેનાથી લાગે કે તે દબાણમાં છે. 
જે પણ શોટ માર્યો એ એટલો પરફેક્ટ હતો કે બાઉંડ્રીની બહાર જ પહોંચ્યો. કેટલીક ઓવર એવી પણ હતી જ્યરે પાંચ બોલ પર કોઈ ખાસ રન ન મળ્યા પણ ટેંશન લીધા વગર ધોનીએ એ ઓવરની અંતિમ બોલમાં બાઉંડ્રી લગાવી. 
અનુષ્કાનુ હાસ્ય ગાયબ - ધોની જ્યા સુધી મેદાન પર ઉતર્યા હતા આરસીબીના બોલર કમાલ કરી રહ્યા અહ્તા અને સ્ટેંડમાં બેસેલી વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માનુ હાસ્ય વધી રહ્યુ હતુ. તેના આવ્યા પછી અનુષ્કાના ચેહરા પર ચિંતા આવતી ગઈ અને તેનુ હાસ્ય ચેહરો બદલીને ધોનીની પત્ની સાક્ષી પાસે જતુ રહ્યુ. ધોની જાણતા હતા કે જે તેમને કર્યુ એ બધા માટે ભલે આશ્ચર્યનો વિષય હોય પણ તેમને માટે સામાન્ય વાત છે. મેચ જીત્યા પછી તેમણે કહ્યુ લક્ષ્યનો પીછો કરતા સૌથી જરૂરી વાત એ છે કે ક્યા બોલરના કેટલા ઓવર બચ્યા છે અને કપ્તાન કોને ક્યારે ઓવર આપે છે. તમે એ હિસાબથી પ્લાન કરો છો અને રમો છો. 
 
અને તેમને એ યાદ છે કે ફિનિશરનો મતલબ શુ હોય છે અને કાલે શુ થઈ શકે છે. તમે કેટલીક મેચ જીતો છો તો કેટલીક હારો છો પણ ફિનિશરનુ કામ હોય છે કામ પુરુ કરવુ અને બીજાની મદદ કરવી.  અનુભવ શેયર કરવો કારણ કે કાલે કદાચ તમે ન રમી શકો. 
 
કોહલીનો ચેહરો લટક્યો હતો 
 
મેચ પહેલા કોહલી અને ધોની હસતા હાથ મેળવતા અને ગલે મળતા જોવા મળ્ય પણ જ્યારે મેચ ખતમ થઈ તો ધોની હસી રહ્યા હતા અને કોહલી ઉતરતા મનથી હાથ મિલાવીને આગળ વધ્યા. 
બંને વચ્ચે સારુ બને છે પણ જ્યારે એક બીજા વિરુદ્ધ રમી રહ્યા હોય અને ખાતામાં હાર આવે તો શબ્દોથી છલકાય પણ જાય છે કોહલી મેચ પછી બોલ્યા ધોની સારા ટચમાં દેખાય રહ્યા છે. તેઓ બોલને સારી રીતે હિટ કરી શકે છે. પણ આ વાતનુ દુખ છે કે આ અમારી ટીમ વિરુદ્ધ થયુ. 
 
મેચના તમામ ઉતાર ચઢાવ ડગઆઉટમાં બેસેલા ખેલાડીઓની ટેંશન કે બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકો ક્યારેય RCB, RCB' અને ક્યારેક  'CSK, CSK' બૂમો પાડવી ભલે કોઈના પર કોઈ અસર નાખતી હોય પણ ધોનીને કોઈ ફરક પડતો નહોતો. 
 
પોતાના ટ્રેડમાર્ક સિક્સથી મેચ ખતમ કર્યા પછી જ્યારે હરભજન સિંહ ઉત્સાહિત થઈને તેમની તરફ દોડ્યા અને તેમને ઊંચકવાની કોશિશ કરે તો ધોનીએ ઈશારાથી ના પાડી.  પછી ન ઈચ્છવા છતા તેમને આવુ કરવાની પરમિશન આપી. 
 
સ્ટેડિયમના સ્ટૈંડમાં પીળા ઝંડા લહેરાય રહ્યા હતા. મેદાનમાં પીળી ડ્રેસમાં હાજર ખેલાડી નાચી રહ્યા હતા. પણ આ બધા વચ્ચે હાજર એક વ્યક્તિ નિશ્ચિત ઉભો હતો.. માહી વે... ! 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર