કુશીનગર દુર્ઘટના - ડ્રાઈવરે ઈયરફોન ન લગાવ્યો હોત તો બચી જતા 13 માસૂમોના જીવ

ગુરુવાર, 26 એપ્રિલ 2018 (16:39 IST)
કુશીનગરમા થયેલ દર્દનાક દુર્ઘટનાનું કારણ શાળા બસની બેદરકારી બની. એવુ બતાવાય રહ્યુ છે કે વૈન ડ્રાઈવરે વૈન ચલાવતી વખતે ઈયરફોન લગાવી રાખ્યો હતો. તેણે ટ્રેનનુ હોર્ન સાંભળ્યુ નહી અને માનવ રહિત રેલવે ક્રોસિંગ પર બસને કાઢવા લાગ્યા.  પ્રત્યક્ષદર્શીઓ મુજબ ડ્રાઈવરે ટ્રેનને આવતી જોઈ લીધી હતી. પણ છતા પણ તે રોકાયો નહી. ડ્રાઈવરની મોટી બેદરકારીને કારણે 13 બાળકોના જીવ ગયા. આ દુર્ઘટનામાં વૈન ડ્રાઈવરનું મોત થઈ ગયુ છે, જ્યારે ચાર બાળકો ગંભીર રૂપે ઘાયલ છે. દુર્ઘટનામાં બધા ઘાયલ બાળકોને ગોરખપુરના મેડિકલ કૉલેજ રેફર કરવામાં આવ્યા છે. 
 
વૈન રોકવા માટે બૂમો પાડી રહ્યા હતા બાળકો 
 
પ્રત્યક્ષદર્શીઓ મુજબ વેનમાં બાળકો રોકવા માટે બૂમો પાડતા રહ્યા પણ ચાલકે તેમનો પણ અવાજ સાંભળ્યો નહી. આ દર્દનાક ઘટનાના બાળકોના ઘરમાં માતમ છવાય ગયો. ઘટના ત્યારે બની જ્યારે શાળાના બાળકોથી ભરેલી વૈન ફાટક વગરના રેલવે ક્રોસિંગને પાર કરી રહી હતી અને ત્યારે ટ્રેન આવી ગઈ. 
 
ડ્રાઈવરને રોક્યો પણ તે રોકાયો નહી - પ્રત્યક્ષદર્શી 
 
દુર્ઘટનામાં પ્રત્યક્ષ દર્શી મોહમ્મદ હુસૈને જણાવ્યુ કે ઘટના સ્થળ પર એક બાઈક સવાર પણ હતો. ટ્રેનનું હોર્ન સાંભળીને તે રોકાયો પણ ડ્રાઈવરે ગાડી રોકી નહી અને ક્રોસિંગ પાર કરવાની કોશિશ કરી. તેણે કહ્યુ કે ટક્કર એટલી ભયાનક હતી કે વૈન 50 મીટર દૂર જઈને પડી અને તેની વૈનના કચડાઈ ગઈ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર