પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે સુખજિંદર સિંહ રંધાવાનું બનશે સીએમ

રવિવાર, 19 સપ્ટેમ્બર 2021 (16:38 IST)
નવજોત સિદ્ધુના નજીકના ધારાસભ્ય સુખજિંદર રંધાવા પંજાબના નવા મુખ્યમંત્રી બનશે. ટૂંક સમયમાં તેની ઔપચારિક જાહેરાત થઈ શકે છે. કોંગ્રેસના ધારાસભ્યો પ્રીતમસિંહ કોટકપુરા અને દર્શનસિંહ બ્રારે પણ આ વાતની પુષ્ટિ કરી છે. બીજી બાજુ, સુખજિંદર રંધાવાએ કહ્યું કે સરકાર 4 મહિનાની હોય કે 4 દિવસની, કામદાર માટે આ સમય પૂરતો છે. તેમણે કહ્યું કે જો કોઈ કામ કરવા નથી માંગતું તો તેના માટે 4 વર્ષ પણ ઓછા છે. મુખ્યમંત્રીના શપથ અંગે તેમણે કહ્યું કે આ અંગે અંતિમ નિર્ણય હાઈકમાન્ડ લેશે.
 
પંજાબ રાજકરણને લઈને હાલમાં મોટા સમાચાર આવ્યા છે. ગઈકાલે પંજાબના મુખ્યમંત્રી પદેથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામુ આપી દીધા બાદ નવા મુખ્યમંત્રીની પસંદગીને લઈને નવા નવા ક્યાસ લગાવામાં આવી રહ્યા હતા. જો કે હવે એક સમાચાર આવ્યા છે કે પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે સુખજિંદર સિંહ રંધાવાનું નામ ફાઈનલ થયું છે. જેના માટે હાઈકમાન્ડ ટૂંક સમયમાં જાહેરાત કરશે.
 
કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ પંજાબના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે સવાલ સૌને કોરી રહ્યો છે. રવિવારે સવારે વરિષ્ઠ કોંગ્રેસી નેતા અંબિકા સોનીનું નામ સીએમ પદ માટે ઉછળ્યું હતું પરંતુ થોડા સમયમાં જ એવા સમાચાર સામે આવ્યા કે, તેમણે પોતે જ આ પદ માટે ના પાડી દીધી છે. અંબિકા સોની પંજાબમાં શીખ ચહેરો જોવા માગે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર