હવે આ ગંભીર બિમારીનો હાહાકાર- દેશના કુલ 11 રાજ્યોમાં આ ગંભીર બિમારી ફેલાઈ

રવિવાર, 19 સપ્ટેમ્બર 2021 (13:13 IST)
ડેન્ગ્યૂથી લોકો હેરાન 
દેશના 11 રાજ્યોમાં સીરોટાઈપ-2 ડેન્ગ્યૂના કેસ ધરખમ વધી રહ્યા છે. જેને લઈને કેન્દ્ર સરકારે પણ તાબડતોડ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ. 
 
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચીવે આ બેઠકમાં સીરોટાઈટપ-2 ડેન્ગ્યૂને લઈને ચીંતા વ્યક્ત કરી કારણકે દેશના કુલ 11 રાજ્યોમાં આ ગંભીર બિમારી ફેલાતી જાય છે. તેમણે આ બિમારીને લઈને તાવ હેલ્પલાઈન નંબર જેવા પગલા લેવાની સલાહ આપી. સાથેજ દવાઓનો પૂરતો સ્ટોક પણ રાખી મુકવા માટે સલાહ આપવામાં આવી. 
બ્લડબેંકોને પણ સ્ટોક રાખવા માટે આદેશ 
 
આપને જણાવી દઈએ કે ગુજરાત સહિત, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, એમપી, યુપી, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ. અને તેલંગાણામાં સીરોટાઈપ-2 ડેન્ગ્યૂના કેસ સતત વધી રહ્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર