દર્દીના પેટમાંથી કાઢી ચમચી, ટુથબ્રશ, ચપ્પુ, રૉડ અને પેચકશ, ડોક્ટર પણ થયા હેરાન

શનિવાર, 25 મે 2019 (14:18 IST)
સુંદરનગર જીલ્લાના લાલ બહાદુર શાસ્ત્રી નેરચૌક મેડીકલ કોલેજમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો. આ મામલાને લઈને ડોક્ટર પણ હેરાન છે.  ઉલ્લેખનીય છે કે એક વ્યક્તિના પેટમંથી ચમચી , ટુથબ્રશ, ચપ્પુ, રૉડ અને પેચકશ અને દરવાજાની ચાવી લઈને ફરી રહ્યો હતો.  જ્યારે આ વ્યક્તિ મેડિકલ કોલેજ નેરચૌક પહોંચ્યો તો ચિકિત્સક પણ નવાઈ પામ્યા.  દર્દી (35) સુંદરનગર પરિષદના વોર્ડ નંબર 7 બનાયકનો રહેનારો છે. મામલાની માહિતી આપતા દર્દી કર્ણ સેનના ભાઈ આશીષ ગુલેરિયા અને જીજાજી સુરેશ પઠાનિયાએ કહ્યુ કે કર્ણ છેલ્લા 20 વર્ષથી માનસિક રૂપે પરેશાન છે અને સતત દવાઓનુ સેવન કરે છે. 
 
તેમણે કહ્યુ કે કર્ણ સેનની સારવાર વિવિધ હોસ્પિટલમાં ચાલી રહી હતી. તેમણે કહ્યુ કે કર્ણ ઘરના કામકાજમાં સતત મદદ કરતો હતો. પણ હવે અચાનક પેટમાં દુખાવો હોવાની ફરિયાદથી હોસ્પિટલ લઈ આવ્યા અને ઓપરેશન કર્યા પછી પેટની અંદરથી અનેક પ્રકારની લોખંડની વસ્તુઓ કાઢી.  એવુ કહેવાય રહ્યુ છે કે દર્દી ત્રણ દિવસ પહેલા જ સુંદરનગર સ્થિત પુરાના બજારના હેલ્થ કેયર ક્લિનિકમાં આવ્યો અને ડો. પ્રદીપ શર્મા દ્વારા તેની સારવાર ચાલી રહી અહ્તી કે દર્દીના પેટમાં દુખાવો થયો. જ્યારે ડોક્ટરે દર્દીના પેટ પર જોયુ ઓત તેને એક પિંપલ થયુ હતુ પણ બીજા જ દિવસે દર્દીને સ્થાન પરથી પરૂ નીકળવા માંડ્યુ. તો ડોક્ટરે ત્યા કટ લગાવી દીધો. જ્યારબાદ ડોક્ટરને દર્દીના પેટની અ6દર કંઈક લોખંડનો એક ટુકડો દેખાયો. 
 
બીજી બાજુ દર્દીને ચેક કરતા જાણ થઈ કે આ એક અણીદાર ચપ્પુ છે.  જેના પર ડોક્ટરે દર્દીએ સારવાર પછી મેડીકલ કૉલેજ નેરસ્ચોક રેફર કરી દીધો. 
જ્યા પહોંચતા જ હાજર સર્જને દર્દીનો એક્સરે કરાવવાથી હોશ ઉડી ગયા. જ્યારબાદ  તેનુ ઓપરેશન શરૂ થયુ.  બીજી બાજુ મેડીકલ કોલેજના સર્જન ડો. નિખિલ સોની, ડો. સૂરજ ભારદ્વાજ, ડો. રનીશ એનેસ્થીસિયાની ડોક્ટર મોનિકા પઠાનિયા અને સ્ટાફ નર્સ અંજનાની ટીમે 4 કલાકના મુશ્કેલ મહેનત પછી દર્દીના પેટનુ સફળ ઓપરેશન કરી 8 સ્ટીલની ચમચી, એક ચપ્પુ, બે ટૂથબ્રશ અને એક દરવાજાની ચાવી કાઢવામાં સફળતા મેળવી.  એવુ કહેવાય રહ્યુ છે કે દર્દીની હાલત હવે ઠીક છે અને મેડિકલ કોલેજ નેરચૌકમાં તેની સારવાર ચાલી રહી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર