સાધ્વી પર રેપના મામલામાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને સ્પેશયલ સીબીઆઈ કોર્ટે આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો. કોર્ટે રામ રહીમને 20 વર્ષની સજા આપી. સજા સાંભળ્યા પછી રામ રહીમ જમીન પર બેસીને રડવા લાગ્યા. હાલ રામ રહીમ રોહતકની સોનારિયા જેલમાં જ છે. મેડિકલ ટેસ્ટ પછી તેમને જેલ લઈ જવામાં આવશે. હવે તમને બતાવીએ છીએ કોર્ટના નિર્ણયની 10 મોટા વાતો
- સોનારિયા જેલના મીટિંગ રૂમને જ કોર્ટ રૂમમાં બદલી નાખવામાં આવ્યો
- સીબીઆઈ જજ જગદીપ લોહાને બંને પક્ષને દલીલ માટે 10-10 મિનિટનો સમય આપ્યો.
- રામ રહીમની તરફથી ત્રણ વકીલોએ દલીલ કરી.
- સીબીઆઈના વકીલોના બળાત્કારી બાબા માટે વધુમાં વધુ ઉમરકેદની માંગ કરી.
- કોર્ટ રૂમમાં જ રામ રહીમની આંખોમાં આંસૂ આવી ગયા. તેઓ કોર્ટ પાસે દયાની ભીખ માંગવા લાગ્યા
- બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી કોર્ટે બળાત્કારી બાબા ગુરમીત રામ રહીમને 20 વર્ષને સખત સજા સંભળાવી.