યલો લાઇન મેટ્રોનું ઉદ્ઘાટન કરશે
બપોરે 1 વાગ્યે, પીએમ મોદી બેંગલુરુ મેટ્રોની યલો લાઇનનું ઉદ્ઘાટન કરશે. આ લાઇન RV રોડથી બોમ્માસંદ્રા સુધી 19.15 કિમી લાંબી છે અને તેમાં 16 સ્ટેશન છે. ૭,૧૬૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ આ પ્રોજેક્ટ લાખો લોકોને ફાયદો પહોંચાડવાનો છે. તમને જણાવી દઈએ કે આજે પ્રધાનમંત્રી પોતે આરવી રોડથી ઇલેક્ટ્રોનિક સિટી સુધી મેટ્રોમાં લોકો સાથે મુસાફરી કરશે.