પહેલગામ આતંકી હુમલો - પાકિસ્તાન વિરુદ્ધ ભારતની એક વધુ એક્શન, Pak સરકારનુ X એકાઉંટ સસ્પેંડ

ગુરુવાર, 24 એપ્રિલ 2025 (11:52 IST)
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ બંને દેશો વચ્ચે  વધતા તનાવ વચ્ચે ભારતમાં પાકિસ્તાન સરકારના અધિકારિક એક્સ (પહેલા ટ્વિટર) એકાંટને બંદ કરી દેવામાં આવ્યુ છે. આ પગલુ સિંધુ જળ સંધિને રદ્દ કરવા અને વરિષ્ઠ પાકિસ્તાની રાજનીતિક કર્મચારીઓને હકાલપટ્ટી બાદ ઉઠાવવામાં આવ્યુ છે.  
 
આ કૂટનીતિક નિર્ણય પ્રધાનનંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પર કેબિનેટ સમિતિ (CCS)ની બેઠકના એક દિવસ પછી આવ્યો છે. આ બેઠક પહેલગામમાં 23 એપ્રિલના રોજ થયેલા હુમલા પર ભારતની પ્રતિક્રિયા નક્કી કરવા માટે બોલાવવામાં આવી હતી. 

 
પાકિસ્તાન વિરુદ્ધ ભારતે અત્યાર સુધી લીધા છે આ નિર્ણય 
બુધ વઆરે સાંજે એક પ્રેસ વાર્તામાં વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યુ કે ભારતમાં પાકિસ્તાની ઉચ્ચાયોગમાં કર્મચારીઓની સંખ્યા 55 થી ઘટીને 30 કરવામાં આવશે.  ભારતે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની ઉચ્ચાયોગમાંથી બધી સુરક્ષા, નૌસેના અને વાયુ સલાહકારોને કેન્સલ કરી દીધા છે. આ વ્યક્તિઓને બિનજરૂરી વ્યક્તિ જાહેર કરવામાં આવ્યા છે અને તેમને એક અઠવાડિયાની અંદર દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.  આ રીતે ભારત ઈસ્લામાબાદ સ્થિત પોતાના ઉચ્ચાયોગ પાસેથી પોતાના સૈન્ય સલાહકારોને પરત બોલાવશે. બંને મિશનોમાં સેવા સલાહકારોને સોંપવામાં આવેલા પાંચ સહાયક કર્મચારીઓને પણ પરત બોલાવવામાં આવશે.  
 
ભારતે પાકિસ્તાની નાગરિકો માટે સાર્ક વીઝા છૂટ યોજનાને પણ રદ્દ કરી દીધી છે. પાકિસ્તાની નાગરિઓને રજુ કરવામાં આવેલા બધા વર્તમાન વીઝા તત્કાલ પ્રભાવથી રદ્દ કરી દેવામાં આવ્યા છે. સીસીએસએ અટારીમાં એકીકૃત ચેક પોસ્ટને તત્કાલ બંધ કરવાનો પણ આદેશ આપ્યો, જે ભારત અને પાકિસ્તાન વચ્ચે એકમાત્ર ચાલૂ ભૂમિ સીમા ક્રોસિંગ છે. સાથે ભારતમાં પ્રવેશ કરનારા પાકિસ્તાની નાગરિક 1 મે ની સમય સીમા પહેલા પરત આવી શકે છે.  
 
પાકિસ્તાન આજે કરવા જઈ રહ્યુ છે મોટે બેઠક
બીજી બાજુ ભારતની કાર્યવાહીના જવાબમાં પાકિસ્તાન ગુરૂવારે સિંધુ જળ સંઘિને રદ્દ કરવા અને રાજદ્વારી સંબંધોને ઓછા કરવાના ભારતના પગલા પર યોગ્ય પ્રતિક્રિયા તૈયાર કરવા માટે એક ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠક કરી રહ્યુ છે. રેડિયો પાકિસ્તાનની રિપોર્ટ મુજબ બેઠકમાં ત્રણેય સેના પ્રમુખ અને મહત્વપૂર્ણ મંત્રીઓ સામેલ થશે.  ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા હતા જેમાથી 25 ભારતીય નાગરિક અને એક નેપાળી નાગરિક સામેલ હતો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર