બિહારના મુજફ્ફરપુર સ્થિત બાલિકા આશ્રય ગૃહમાં યૌન શોષણ અને ત્યાની છ યુવતીઓના ગાયબ થવાની ઘટનાનુ રહસ્ય એક એક કરીને ખુલી રહ્યુ છે. આ દરમિયાન ઘટનાના મુખ્ય આરોપિ બ્રજેશ ઠાકુર દ્વારા જ સંચાલિત એક અન્ય આશ્રય ગૃહમાંથી 11 યુવતીઓના લાપતા થવાથી સનસની મચી ગઈ છે. ઘટનાની એફઆઈઆર નોંધીને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે બાલિકા આશ્રય ગૃહની યુવતીઓ સાથે યૌન શોષણનો મામલો પ્રકાશમાં આવ્યા પછી ઉતાવળમાં બ્રજેશ ઠાકુરની સ્વયંસેવી સંસ્થા સેવા સંકલ્પ દ્વારા બેસહારા મહિલાઓ માટે સંચાલિત સ્વાધાર કેન્દ્રને બંધ કરવામાં આવ્યુ હતુ. ત્યા ગોઠવાયેલા બધા કર્મચારી ત્યાથી ભાગી નીકળ્યા હતા. ત્યારબાદ ત્યા રહેનારી યુવતીઓ ક્યા ગઈ એ જાણ ન થઈ. બાળ સંરક્ષણ એકમને પણ સ્વાધારના સંચાલક દ્વારા આ બાબતની માહિતી આપવામાં આવી નહી.