ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડાક દિવસોથી મરાઠા અને ઘનગર સમાજના આરક્ષણના મુદ્દા પર મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળા સત્રમાં ચર્ચા ચાલી રહી હતી. મંગળવારે સત્તા પક્ષ અને વિપક્ષ, બન્ને જણાએ એક-બીજાના શંકા-કુશંકા અને તર્ક-વિતર્કનો વરસાદ શરૂ કરી દીધો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિપક્ષના મનમાં કંઇક કાળું હોવાનો આરોપ લગાવ્યો, તો વિપક્ષે સામે સરકારની નિયતમાં ખોટ હોવાની શંકા વ્યક્ત કરી હતી.
ત્યારબાદ મુખ્યમંત્રીએ કહ્યું હતું કેસ વિપક્ષ ખોટો પ્રચાર કરી રહ્યો છે. તેમણે આરક્ષણના મુદ્દા પર રાજનીતિ કરવી છે. અમને પણ રાજનૈતિક જવાબ આપતા આવડે છે. સરકાર મરાઠા સમાજને આરક્ષણ આપશે. ગુરુવારે તેનું બિલ પાસ કરાવવામાં આવશે. મુખ્યમંત્રીએ આયોગમાં નિયમ 14 અને 15નો હવાલો આપતા કહ્યું કે, સરકાર નિયમો પ્રમાણે કામ કરી રહી છે. આ રાજ્ય પછાત વર્ગ આયોગનો 52મો રિપોર્ટ છે. છેલ્લો 51 રિપોર્ટ પણ સદનના પટલ ઉપર રાખવામાં આવ્યો નહોતો. અમે મરાઠા આરક્ષણ બિલ રજૂ કર્યા પહેલા રાજ્ય પછાત વર્ગ આયોગના રિપોર્ટ પર એટીઆર રજૂ કરશે.