Manoj Narvane On Operation Sindoor: આતંકવાદીઓ પર ઈંડિયન આર્મીની કાર્યવાહીને લઈને સેનાના પૂર્વ ચીફે એક રહસ્યમય પોસ્ટ કરતા કહ્યુ કે પિક્ચર અભી બાકી હૈ. આતંકવાદી હુમલાનો જવાબ આપતા, ભારતીય સેનાએ મિસાઇલ હુમલા દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના ઠેકાણાઓનો નાશ કર્યો. આ બાબતે પૂર્વ સેના પ્રમુખ મનોજ નરવણેએ કહ્યું કે પિક્ચર અભી બાકી હૈ.
પહેલગામ હુમલા પર જવાબ આપતા ભૂતપૂર્વ સેના પ્રમુખે સંકેત આપ્યો હતો કે જો પાકિસ્તાન ભારતમાં લશ્કરી સ્થાપનોને નિશાન બનાવીને સંઘર્ષ વધારવાનું નક્કી કરે છે તો આવા વધુ હુમલા શક્ય છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 26 નાગરિકોના ક્રૂર હત્યાકાંડ બાદ એક હિંમતવાન અને સુનિયોજિત બદલો લેવા માટે, ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાની ક્ષેત્રમાં એક વિશાળ લશ્કરી કાર્યવાહી શરૂ કરી.
મિસાઇલ હુમલામાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ થયો
રાત્રિના અંધારામાં હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનમાં, ભારતીય વાયુસેનાએ નવ મોટા આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલોથી હુમલો કર્યો. આ સ્થળોને આતંકવાદી પ્રવૃત્તિઓના કેન્દ્રો માનવામાં આવતા હતા. સંરક્ષણ મંત્રાલયે ઓપરેશન સિંદૂરને પહેલગામ આતંકવાદી હુમલાનો ચોક્કસ અને સંયમિત જવાબ ગણાવ્યો. આ હુમલામાં લશ્કર-એ-તૈયબાના બે ટોચના આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.
રક્ષા મંત્રાલયે શુ કહ્યુ ?
સંરક્ષણ મંત્રાલયના સત્તાવાર X હેન્ડલ પરથી એક પોસ્ટમાં જણાવાયું કે "મહત્વપૂર્ણ વાત એ છે કે કોઈપણ પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા ન હતા, જે ભારતના સમજ્યા વિચારેલા અને બિન-ઉશ્કેરણીજનક દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. આ કાર્યવાહી બિનજરૂરી ઉશ્કેરણી ટાળીને ગુનેગારોને જવાબદાર ઠેરવવાના ભારતના સંકલ્પને રેખાંકિત કરે છે," સરહદ પાર, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ભારતના આતંકવાદ વિરોધી કાર્યવાહીને યુદ્ધની કાર્યવાહી ગણાવી અને કહ્યું કે તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે.