ભારતીય સેનાએ બરબાદ કર્યો હાફિજ સઈદનો અડ્ડો, તસ્વીરોમાં જોવા મળી બરબાદી

બુધવાર, 7 મે 2025 (11:32 IST)
hafeez saieed

ઓપરેશન સિંદૂર' હેઠળ, ભારતે પાકિસ્તાનના મુરીદકેમાં કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના મુખ્ય મથક અને આતંકવાદી હાફિઝ સઈદના અડ્ડાના મરકઝ-એ-તૈયબાને મિસાઈલ હુમલો કરીને નષ્ટ કરી દીધો. આ હુમલો 22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ કાર્યવાહીમાં, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા, જેમાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ઠેકાણા પણ સામેલ હતા.
 
મરકજ-એ-તૈયબા ની બરબાદીનો વીડિયો થયો વાયરલ 
મરકજ-એ-તૈયબા, લશ્કરનુ મુખ્ય કેન્દ્ર હતુ. જેને 26/11  મુંબઈ હુમલાના ષડયંત્રનુ ગઢ માનવામાં આવે છે. ભારતીય સેનાએ આતંકી ઠેકાણાઓ પર સટીક હુમલા કર્યા અને તેમા કોઈ પણ પાકિસ્તાની સૈન્ય ઠેકાણાને નિશાન નથી બનાવ્યા.  પાકિસ્તાની સેન તરફથી પણ ભારતે આ હુમલાને લઈને ચોખવટ કરી.  ભારતે પોતાના સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે આ કાર્યવાહી આતંકવાદના માળખાને નષ્ટ કરવા માટે હતી. મરકઝ-એ-તૈયબાના વિનાશનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.



 
લોકો મરકજ-એ-તૈયબા ની તસ્વીરો લઈ રહ્યા છે  
મરકઝ-એ-તૈયબાના વાયરલ વીડિયોમાં લોકો તેના ફોટા પાડતા અને વીડિયો બનાવતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે 'ઓપરેશન સિંદૂર' પર નજીકથી નજર રાખી હતી. અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે ભારતીય સેના દ્વારા જે નવ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે તેમાં બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક અને મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાનું મુખ્ય મથકનો સમાવેશ થાય છે. આ બંને પાકિસ્તાનના પંજાબમાં છે. મરકઝ-એ-તૈયબા હાફિઝ સઈદનો અડ્ડો લાહોરથી થોડે દૂર મુરીદકેમાં આવેલો છે, જ્યારે બહાવલપુર જૈશ-એ-મોહમ્મદનો મુખ્ય ગઢ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર