Live election result updates ભાજપની સીટો ફરી એક વખત બુહમતના આંકડાથી ઘટી

મંગળવાર, 15 મે 2018 (14:18 IST)
કર્ણાટકના પરિણામની ગણતરી શરૂ થઈ ગયુ છે. ભાજપા પરત આવશે કે પછી સતત બીજી વાર કોંગ્રેસ સરકાર બનાવશે.   કર્ણાટકની 224 વિધાનસભા સીટોમાંથી 222 પર ચૂંટણી 12 મે ના રોજ થઈ અહ્તી આ દરમિયાન 72.13%  મતદાન થયુ હતુ. આ અગાઉ 2013માં  71.45% ટકા મતદાન થયુ હતુ. ભાજપા માટે આ ચૂંટણી દક્ષિણમાં એકવાર ફરી પોતાની નવી શરૂઆત માટે મહત્વની છે તો કોંગ્રેસ માટે તેના અસ્તિત્વની લડાઈ. કર્ણાટકને છોડીને કોંગ્રેસની સરકાર પંજાબ, મિજોરમ અને પોંડિચેરીમાં બચી છે. બીજી બાજુ 31 રાજ્યોમાંથી 20 સત્તામાં છે.
 
અપડેટ્સ - 
- કોંગ્રેસને ઝાટકો, ચામુંડેશ્વરી બેઠક પરથી સિદ્ધારમૈયાને જી ટી દેવગૌડાએ 30,000 મતોથી હરાવ્યા
- હુબલી ધારવાડ સેંટ્રલ બેઠક પરથી જગદીશ શેટ્ટરનો વિજય
- ઓ. પન્નીરસેલ્વમે BJPએ અભિનંદન આપતા કહ્યું, સાઉથ ઈંડિયામાં સ્વાગત છે
- કર્ણાટકના પરિણામોને લઈને ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના નેતાઓની બેઠક બોલાવી
- ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્ણાટક જીતનો શ્રેય નરેન્દ્ર મોદી-અમિત શાહને આપ્યું
- કર્ણાટકના 8 રાજ્ય મંત્રીઓની ખસ્તા હાલત, પોતાની બેઠકો પર ચાલી રહ્યાં છે પાછળ
– કર્ણાકટમાં ભાજપની સીટો ફરી એક વખત બુહમતના આંકડાથી ઘટી ગઈ છે. બહુમત માટે ભાજપને 112 સીટની જરૂર છે પરંતુ વલણ અનુસાર ભાજપને 106, કોંગ્રેસને 76 અને જેડીએસને 41 સીટ મળી રહી છે.
– કર્ણાટકમાં ભાજપ પોતાના જોરે સરકાર બનાવી શકે છે. કોસ્ટલ સેન્ટ્રલ કર્ણાટકમાં ભાજપ આગળ ચાલી રહી છે. ભાજપ બહુમતથી માત્ર સાત સીટ દૂર છે.
- કોંગ્રેસ હવે માત્ર નામનો જ વિરોધ કરી રહી છે, 2019ની ચૂંટણીમાં પણ અમે જ જીતીશું : નીતિન ગડકરી
- કર્ણાટક ભાજપના મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાનો ભવ્ય વિજય, સ્ટાલિને યેદિયુરપ્પાને વિજય બદલ અભિનંદન આપ્યા, કાવેરી વિવાદ ઉકેલ લાવવા કહ્યું
- કર્ણાટકની જનતા ગુડ ગવર્નેંશ ઈચ્છે છે માટે તેમણે ભાજપને જીતાડી, કોંગ્રેસ એક પછી એક રાજ્ય હારી રહી છે જ્યારે અમે સતત વિજયી બનતા જઈ રહ્યાં છીએ : પ્રકાશ જાવડેકર
- રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા, ઈંગ્લેંડમાં જઈને વસે : સુબ્રમણ્યમ સ્વામી
- બાદામીમાં શ્રીરામુલૂએ પત્ની સાથે મંદિરમાં પૂજા કરી સાડી પણ ચડાવી
- જો કોંગ્રેસ અને જેડીએસ જોડાણ કરતી તો પરિણામ કંઈક જુદું જ હોત : મમતા બનરજી
- જેડીએસને ખતમ કરવાના ચક્કરમાં કોંગેસ જ પછડાઈ : AAP નેતા સંજય સિંહ
- ચામુંડેશ્વરી બેઠક પરથી સિદ્ધારમૈયા 17,000 મતોથી પાછળ
- કર્ણાટકમાં યોજાયેલી તમામ 222 બેઠક પર યોજાયેલી ચૂંટણીના રૂઝાન આવી ગયાં
- બાદામી બેઠક પર ભાજપના શ્રીરામુલૂ 305 મતોથી આગળ, સિદ્ધારમૈયા પાછળ
- કર્ણાટક ચૂંટણી પરિણામોની ઈફેક્ટ : સેંસેક્સ 350 અને નિફ્ટીમાં 90 પોઈન્ટનો ઉછાળો
-  મૂદાબિદરી બેઠક પર BJPના ઉમેદવાર ઉમાનાથ 24,524 મતોથી આગળ
- ધારવાડ બેઠક પરથી જગદીશ શેટ્ટર આગળ
-  માંડ્યાની તમામ 7 બેઠક પર જેડીએસ આગળ
-  ધારવાડમાં ભાજપ 3, કોંગ્રેસ 2 બેઠક પર કોંગ્રેસ આગળ
- દિલ્હીમાં પ્રકાશ જાવડેકર ભાજપ અધ્યક્ષ અમિત શાહને મળ્યાં
-  દિલ્હીમાં અમિત શાહ-પ્રકાશ જાવડેકરની બેઠક
- બેલ્લારીમાં ભાજપ નેતા શ્રીરામુલૂએ મિઠાઈ વહેંચવાનું શરૂ કરી દીધું
-  કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જી, પરમેશ્વર અગાળ ચાલી રહ્યાં છે
- મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ચિત્તાપુર બેઠક પરથી પાછળ
- ભાજપની શાનદાર બઢત : BJP106, કોંગ્રેસ 64 પર આગળ
- અશોક ગહલોતનો ઈશારો, કોંગ્રેસ-જેડીએસ વચ્ચે જોડાણના વિકલ્પ ખુલા
- ત્રિશંકુ વિધાનસભા તરફ આગળ વધી રહેલું કર્ણાટક
- ચામુંડેશ્વરી બેઠક પર 11,000 વોટથી સીએમ સિદ્ધારમૈયા પાછળ
- લિંગાયત સમુદાયના વિસ્તારોમાં ભાજપ આગળ
- શિકારીપુરામાં 1,84,956 મતદાતા, શિકારીપુરા યેદિયુરપ્પાનો ગઢ, યેદિયુરપ્પા આગળ
-  સીએમ સિદ્ધારમૈયા બંને બેઠક પરથી પાછળ
- ભાજપના ઉમેદવાર પ્રીતમ ગૌડા હસ્સા બેઠક પરથી આગળ
-  5 વર્ષમાં સિદ્ધારમૈયા સરકારે કોઈ જ કામ નથી કર્યું : શ્રીરામુલૂ

- ચામુંડેશ્વરી બેઠક પરથી સિદ્ધારમૈયા લગભગ 7 હજાર મતોથી પાછળ
- કર્ણાટકમાં મતોની ગણતરી માટે ઈવીએમ ખુલ્યાં
- BJPના નેતા રેડ્ડી બ્રધર્સ પોત પોતાની બેઠક પર આગળ
- બાદામી બાદ ચામુંડેશ્વરી બેઠક પરથી પણ સિદ્ધારમૈયા પાછળ
- - ભાજપના કે કરુણાકર્ણ રેડ્ડી આગળ ચાલી રહ્યાં છે
- વરુણા બેઠક પરથી સીએમ સિદ્ધારમૈયાના પુત્ર યતીંદ્ર આગળ
- દાવણગેરે નોર્થ બેઠક પરથી કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેના પુત્ર આગળ
- શિકારીપુરા બેઠક પરથી યેદિયુરપ્પા આગળ ચાલી રહ્યાં છે
- 17 બેઠકો પર કોંગ્રેસ, 4 પર BJP અને 03 પર જેડીએસ
- પોસ્ટલ બૈલેટની ગણતરી શરૂ 
- વોટોની ગણતરી શરૂ 
- એચડી કુમારસ્વામી મંગળવાર સવારે પ્રાર્થના કરવા માટે મઠ પહોંચ્યા 
- બેંગલુરૂમાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ કે રિઝલ્ટ આવવામાં થોડો સમય છે. તેથી હાલ કશુ ન કહેવુ જોઈએ. એવુ કહેવાય રહ્યુ છે કે તેમણે જેડીએસના નેતા એચડી દેવગૌડા સાથે વાતચીત કરી. 
- સમગ્ર બેંગલુરૂમાં મતગણતરી પહેલા 11,000 પોલીસ પર્સનલ, 1 રૈપિડ એક્શન ફોર્સ અને 20 કર્ણાટક સ્ટેટ રિઝર્વ પોલીસ કંપનીઓને ગોઠવવામાં આવ્યા છે. 
- બદામીથી કોંગ્રેસના મુખ્યમંત્રી સિદ્ધરમૈયા વિરુદ્ધ ચૂંટણી લડી રહેલ બીજેપી ઉમેદવાર શ્રીરામુલુએ મતગણતરી પહેલા ભગવાનની પૂજા કરી. 
- જો કોંગ્રેસ જીતી તો 33 વર્ષ પછી સતત બીજી વાર કોઈ પાર્ટીને સૌથી વધુ સીટ મળશે. 

 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર