મોદી મેજીકની આંધીમાં ન ટકી શક્યા રાહુલ ગાંધી... હવે 21 રાજ્યોમાં ભાજપાનુ રાજ..

મંગળવાર, 15 મે 2018 (11:36 IST)
એકવાર ફરીથી નરેન્દ્ર મોદીએ બધા અનુમાન અને અટકળોને ખોટા ઠેરવતા દક્ષિણ ભારતમાં વિજયી શંખનાદ કરી દીધો છે. 2019ના લોકસભા ચૂંટણી પહેલા સેમીફાઈનલમાં ભાજપાને સ્પષ્ટ બહુમત મળતુ પ્રતિત થઈ રહ્યુ છે. 
 
દક્ષિણ ભારતમાં ભાજપા માટે આ જીત દક્ષિણ ભારતમાં જ્યા એક નવી શરૂઆત છે તો કોંગ્રેસ માટે આ હવે અસ્તિત્વની લડાઈ બની ચુકી છે. આ સમય સમગ્ર ભારતમાં લગભગ 65 ટકા રાજ્યોમાં ભાજપાની સરકાર છે.  ગુજરાતની મીઠી હારથી ખુશ રાહુલ ગાંધીના કોંગ્ર્સ અધ્યક્ષ બન્યા પછી આ પ્રથમ કરારી હાર સિદ્ધ થઈ રહી છે. 
 
હવે કોંગ્રેસની સરકાર ફક્ત પંજાબ, મિજોરમ અને પોંડિચેરીમાં જ રહી ગઈ છે. બીજી બાજુ વર્તમાન સ્થિતિમાં ભાજપા 31 રાજ્યોમાંથી 20માં સત્તામાં છે અને પરિણામ મુજબ 21માં રાજ્યમાં સરકાર ગઠબંધન કરવા જઈ રહી છે. 
 
આમ તો એંટી ઈનકમ્બેંસી (સત્તા વિરોધી લહેર)નો અંદાજ ત્યાર જ થઈ ગયો હતો જ્યારે આ વખતે સૌથી વધુ 72.13% વોટિંગ થઈ. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ 2008 (65.1%)ના મુકાબલે 2013 (71.45%) માં લગભગ 6% વોટિંગ વધુ થઈ હતી. ત્યારે સરકાર બદલાઈ ગઈ હતી અને ભાજપાએ પહેલીવાર રાજ્યમાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી હતી. 
 
આ ચૂંટણીમાં મોદીએ 21 રેલીઓ કરી અને લગભગ 115 સીટો પર તેનો સકારાત્મક પ્રભાવ દેખાય રહ્યો છે. બીજી બાજુ રાહુલ ગાંધીએ 14 રેલીઓ કરી જેમાથી બધી સીટો પર કોંગ્રેસ ઉમેદવાર પાછળ રહી ગયા. 
 
- વેબદુનિયા ઈલેક્શન ડેસ્ક 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર