Karnataka Elections 2018 - CM પદ માટે જેમનુ નામ ઉછળી રહ્યુ છે એ મલ્લિકાર્જુન ખડગે કોણ છે ?

સોમવાર, 14 મે 2018 (17:28 IST)
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ આવવામાં હાલ સમય છે. પણ રિઝલ્ટના બે દિવસ પહેલા જ કોંગ્રેસમાં આગામી સીએમનુ નામને લઈને ચર્ચા શરૂ  થઈ ગઈ છે. પાર્ટી અત્યાર સુધી સિદ્ધરમૈયાને સીએમ પદના ઉમેદવાર બતાવી રહી છે. પણ રવિવારે સિદ્ધરમૈયાએ કહ્યુ કે જો કોંગ્રેસ કોઈ દલિતને મુખ્યમંત્રી બનાવે છે તો તેઓ એ માટે રાજી છે. સિદ્ધારમૈયાના નિવેદન પછી દલિત મુખ્યમંત્રીના રૂપમાં મલ્લિકાર્જુન ખડગેનુ નામ ઝડપથી ઉછળ્યુ.   પણ સિદ્ધારમૈયાએ એવુ કેમ કહ્યુ ? રિઝલ્ટના બે દિવસ પહેલા દલિત મુખ્યમંત્રીનો ઉલ્લેખ કેમ થવા લાગ્યો. 
 
કેવી રીતે આવ્યુ મલ્લિકાર્જુન ખડગેનુ નામ ?
 
ઉલ્લેખનીય છે કે એક્ઝિટ પોલ બતાવે છે કે રાજ્યમાં ન તો બીજેપીને બહુમત મળશે કે ન તો કોંગ્રેસને. જે પણ પાર્ટી સરકાર બનાવશે તેને જેડીએસના સમર્થનની જરૂર પડશે.  ઉલ્લેખનીય છે કે એક્ઝિટ પોલમાંથી 5માં ભાજપને 100થી વધુ સીટો મળવાની વાત કહેવામાં આવી છે. 3 એક્ઝિટ પોલમાં કોંગ્રેસને સૌથી મોટી પાર્ટી બતાવાઈ છે. જેડીએસે રાજ્યમાં ચૂંટણી દલિત વોટોની રાજનીતિ કરનારી બીએસપી સાથે મળીને લડી છે. એવામાં એવી આશંકા છે કે કોંગ્રેસ જેડીએસને સાથે લાવવા માટે કોઈ દલિતને સીએમ બનાવી શકે છે.  આ પ્રક્રિયામાં જ્યારે સિદ્ધારમૈયાને પૂછવામાં આવ્યુ કે તેઓ કોઈ દલિત નેતા માટે સીએમ પદની દાવેદારી છોડશે તો તેમણે કહ્યુ કે તેઓ આ માટે તૈયાર છે. સવારે સિદ્ધારમૈયાનુ આ નિવેદન આવ્યુ અને સાંજ થતા સુધીમાં તો જેડીએસે કહી દીધુ કે જો કોંગ્રેસ કોઈ દલિતને સીએમ બનાવે છે તો તેઓ સમર્થન આપવા તૈયાર છે. ત્યારબાદ મલ્લિકાર્જુન ખડગેનુ નામ ઉછળ્યુ કારણ કે તેઓ દલિત નેતા છે. કર્ણાટકના છે અને કોંગ્રેસના સીનિયર લીડર છે. 
દલિત સીએમથી JDSને શુ ફાયદો ?
 
કર્ણાટકમાં જેડીએસે બસપા સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી. દેશમાં બસપા બીજેપી વિરુદ્ધ, કોંગ્રેસની સાથે ઉભેલી જોવા મળે છે.  કર્ણાટકમાં 19 ટકા વોટ દલિત છે. આવામાં સીએમ પદ માટે કોઈ દલિત ઉમેદવારને સપોર્ટ કરવુ જેડીએસ માટે આગામી લોકસભા ચૂંટણીમાં ફાયદો પહોંચાડી શકે છે. 
 
કોણ છે મલ્લિકાર્જુન ખડગે ?
 
કોંગ્રેસના સીનિયર લીડર ખડગે કર્ણાટકના બીધર જીલ્લાના છે. રાજનીતિમાં પણ લાંબો અનુભવ છે. તેઓ કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. નવ વાર ધારાસભ્ય બન્યા. બે વાર સાંસદ. 2013ના વિધાનસભા ચૂંટણીમાં પણ તેમને સીએમ બનાવવાની ચર્ચા હતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર