નરેન્દ્ર મોદી પછી ભાજપાને એક વધુ નેતા મળી ગયો છે. જેનો જલવો ફક્ત એક જ પ્રદેશમાં નથી પણ ભારતના અનેક પ્રદેશમાં પણ જોવા મળી રહ્યો છે. આ નામ છે ઉપ્રના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો. ભાજપાના સ્ટાર પ્રચારકના રૂપમાં એક વાર પછી યોગીએ કર્ણાટકમાં બીજેપી માટે અનેક રેલીઓ અને રોડ શો કર્યા હતા. સીએમ યોગીએ જે 33 વિધાનસભા સીટોમાં પ્રચાર કર્યો હતો એ બધી સીટો પર બીજેપી શરૂઆતના પરિણામમાં આગળ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ત્રિપુરામાં પણ યોગી આદિત્યનાથનો સ્પષ્ટ્ર પ્રભાવ જોવા મળ્યો હતો કે તેઓ જે પણ વિધાનસભામાં યોગીએ પ્રચાર કર્યો ત્યા ભાજપા ઉમેદવાર જીત્યા હતા.
આ એ જ વિસ્તાર હતા જ્યા નાથ સંપ્રદાયના અનુયાયીઓની સારી એવી સંખ્યા છે. જ્યારે કે યોગી ખુદ ગોરખનાથ પીઠના મહંત છે. યોગીએ હિન્દુ કાર્ડનો ઉપયોગ કરતા કર્ણાટકના પ્રસિદ્ધ મંજુનાથ પીઠની પણ મુલાકાત કરી હતી. જે નાથ સંપ્રદાય સાથે જોડાયેલ છે. અહી યોગીની અપીલનો એકદમથી પ્રભાવ જોવા મળ્યો અને નાથ સંપ્રદાય અને મઠોના સમર્થકોએ સીધો ભાજપાને સાથ આપ્યો.