મુંબઈમાં નિર્માણાધીન બિલ્ડિંગની લિફ્ટ પડવાથી 4ના મોત

શનિવાર, 24 જુલાઈ 2021 (22:49 IST)
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં દુર્ઘટનાઓ પ્રક્રિયા શરૂ છે. મુંબઈમાં વરલી વિસ્તારમાં એક નિર્માણાધીન ઈમારત  (Under Construction Building) માં લિફ્ટ પડવાથી 4 લોકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટનામાં એકથી વધુ વ્યક્તિ જખ્મી પણ છે. એકની હાલત ગંભીર બતાવાય રહી છે. હાલ ઘાયલની યોગ્ય સંખ્યા સ્પષ્ટ થઈ શકી નથી. ઘાયલ વ્યક્તિઓને ઈલાજ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આજે (24 જુલાઈ) સાંજે આ દુર્ઘટનામાં ઘાયલ વ્યક્તિઓને કેઈએમ અને નાયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની સંખ્યા વધી શકે છે. 
 
પ્રાપ્ત માહિતી મુજબ  સાંજના છ વાગ્યે આ અકસ્માત બન્યો હતો. બિલ્ડિંગમાં કંસ્ટ્રક્શનનુ કામ શરૂ હતુ ત્યારે અકસ્માત થયો. વરલીના અંબિકા બિલ્ડર્સ શંકરરાવ પદપથ માર્ગ 118 અને 119ના બીડીડી ચાલ, હનુમાન ગલીમાં આ બિલ્ડિંગનુ નિર્માણ થઈ રહ્યુ છે.  બિલ્ડિંગનું નામ લલિત અંબિકા છે. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થવાની સાથે જ સાથે છ લોકો અંદર ફસાયેલા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે કેઇએમ હોસ્પિટલ અને નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
 
બિલ્ડિંગમાં પાર્કિંગનુ કામ શરૂ હતુ, જ્યારે આ દુર્ઘટના થઈ 
 
મૃતકોના નામ અવિનાશ દાસ (35 વર્ષ), ભારત મંડલ (27 વર્ષ), ચિન્મય મંડલ (33 વર્ષ) છે. આ સિવાય 45 વર્ષિય વ્યક્તિનું મોત થયુ  છે અને એકની હાલત ગંભીર છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. બિલ્ડિંગમાં ફસાયેલા 6 લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બિલ્ડિંગમાં પાર્કિંગ સંબંધિત બાંધકામ શરૂ કરાયું હતું, ત્યારે આ અકસ્માત થયો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર