મહારાષ્ટ્રમાં વરસાદ સાથે જોડાયેલ ઘટનાઓમાં 129 લોકોના મોત, હવામાન વિભાગે રજુ કર્યુ રેડ એલર્ટ

શનિવાર, 24 જુલાઈ 2021 (17:02 IST)
. મહારાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસમાં વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓ અને ભૂસ્ખલનમાં 129 લોકોના મોત થયા છે. જ્યારે કે પુણે મંડળના હેઠળ 84,452 લોકોને શુક્રવારે સુરક્ષિત સ્થાન પર પહોચાડવામાં આવ્યા. કારણ કે રાજ્યમાં ભારે વરસાદનો કહેર ચાલુ છે. પશ્ચિમી મહારાષ્ટ્રના પુણે મંડળમાં ભારે વરસાદ અને નદીઓના ઉફાન પર જવાને કારણે  84,452 લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામા આવ્યા છે. તેમા  40,000થી વધુ લોકો કોલ્હાપુર જીલ્લાના છે. અધિકારીઓએ જણાવ્યુ કે કોલ્હાપુર શહેર પાસે પંચગંગા નદી 2019માં આવેલ પૂરના સ્તરથી પણ ઉપર વહી રહી છે. 
 
રાયગઢ જીલ્લામાં ભૂસ્ખલનથી 38ના મોત 
 
પુણે અને કોલ્હાપુર જીલ્લા સાથે મંડળમા સાંગલી અને સાતારા જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે. સતારા ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓથી ખરાબ રીતે પ્રભાવિત થયો છે. રાજ્યના આપત્તિ પ્રબંધન વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે મૃતકોમાંથી  38 લોકોના મોત દરિયાકાંઠાના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન થવાથી થયા છે.
દરમિયાન, ભારત હવામાન વિભાગે શુક્રવારે સાંજે સતારા જિલ્લા માટે એક નવુ રેડ એલર્ટ રજુ કરી આગામી 24 કલાકમાં જીલ્લાના પર્વતીય ઘાટમાં ભારે વરસાદની આગાહી કરી હતી, જ્યાં ભૂસ્ખલન બાદ લગભગ 30 જેટલા લોકો લાપતા છે. પોલીસે જણાવ્યું કે શુક્રવારે સવારે કોલ્હાપુર જિલ્લામાં એક બસ નદીમાં વહી જાય એ પહેલા બસમાંથી આઠ નેપાળી કામદારો સહિત 11 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
 
48 કલાકમાં 129ના મોત 
 
અધિકારીએ કહ્યુ, 'મહારાષ્ટ્રમાં છેલ્લા 48 કલાકમાં મૃત્યુઆંક 129 પર પહોંચી ગયો છે. મોટાભાગના મોત રાયગઢઅને સતારા જિલ્લામાં થયા છે. ”તેમણે કહ્યુ કે ભૂસ્ખલન ઉપરાંત ઘણા લોકો પૂરના પાણીમાં વહી ગયા હતા. અધિકારીએ પશ્ચિમ મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં વિવિધ ઘટનાઓમાં મરનારાઓની સંખ્યા 27 બતાવી. તેમણે જણાવ્યું હતું કે, રાયગઢ જિલ્લાના મહાડ તહસીલના તલાઈ ગામ નજીક ગુરુવારે સાંજે ભૂસ્ખલન થયું હતું. એનડીઆરએફની ટીમો અને સ્થાનિક અધિકારીઓ મહાડમાં બચાવ કાર્યમાં રોકાયેલા છ
 
સાતારા રૂરલ પોલીસ અધિક્ષક અજયકુમાર બંસલે જણાવ્યું હતું કે અંબેઘર અને મીરગાંવ ગામોમાં ગુરુવારે રાત્રે ભૂસ્ખલનને લીધે કુલ આઠ મકાનો તૂટી પડ્યા. પરંતુ હજી સુધી આ બંને ઘટનાઓમાં સ્થાનિક અધિકારીઓ દ્વારા કોઈના મોતની પુષ્ટિ કરવામાં આવી નથી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર