જાસૂસી કાંડમા નવો ખુલાસો, અનિલ અંબાણી અને પૂર્વ સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માનુ પણ નામ

શુક્રવાર, 23 જુલાઈ 2021 (13:17 IST)
ભારતમાં પેગાસસ જાસૂસી કાંડને લઈને સરકાર વિપક્ષના નિશાના પર છે. કથિત રૂપે ફોન ટૈપ કરવાને લઈને કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળ સંસદથી લઈને રસ્તા સુધી કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. આ દરમિયાન જાસૂસીના રિપોર્ટમાં કેટલાક વધુ નામ સામે આવ્યા છે. એવુ કહેવાય રહ્યુ છે કે ઉદ્યોગપત અનિલ અંબાનીનો પણ ફોન હૈક કરવામાં આવ્યો છે.  આ ઉપરાંત સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર આલોક વર્માના પણ ફોન ટૈપ કરવાની આશંકા બતાવાય રહી છે. આ લિસ્ટમાં કેટલાક અન્ય નામ છે. 
 
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અનિલ અંબાણી અને રિલાયન્સ અનિલ ધીરૂભાઇ અંબાણી સમૂહ (એડીએજી) ના એક અન્ય અધિકારીએ ઉપયોગ કર્યો. એ નંબર એ યાદીમાં સામેલ છે જેનુ વિશ્લેષણ પેગાસસ પરિયોજના સમૂહના મીડિયા ભાગીદારોએ કર્યો હતો. જોકે, રિપોર્ટમાં આ વાતની ચોખવટ નથી થઈ ક એઅનિલ અંબાણી હાલમાં તે ફોન નંબરનો ઉપયોગ કરે છે કે નહીં. હાલમાં આ વિશે કોઈ માહિતી નથી.
 
મીડિયા રિપોર્ટ મુજબ અનિલ અંબાણી ઉપરાંત કંપનીના અન્ય અધિકારીઓ કે જેમના ફોન નંબર આ યાદીમાં છે તેમની સાથે કોર્પોરેટ કમ્યુનિકેશન્સના વડા ટોની જેસુદાસન અને તેમની પત્નીનો પણ  છે.
 
દલાઈ લામાના સલાહકાર અને એનએસસીએન નેતા પણ થઈ શકે છે પેગાસસનો શિકાર 
 
બીજી બાજુ તિબ્બતી ધર્મગુરૂ  દલાઈ લામાના સલાહકાર અને નગાલીમ રાષ્ટ્રીય સમાજવાદી પરિષદ (એનએસસીએન) ના અનેક નેતાઓના નામ પણ શામેલ છે. આ સિવાય દુબઇ પ્રિન્સેસ શેખ લતીફાના ઘણા નિકટના  સંબંધીઓની જાસૂસી થવાની સંભાવના પણ શક્ય છે. ગાર્જિયનમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ  મુજબ, એનએસઓ જૂથ દ્વારા ભારતમાં દેશનિકાલ થયેલ સરકારોના પ્રમુખ, લોબસંગ સંગે અને અન્ય આધ્યાત્મિક બૌદ્ધિક નેતાના કર્મચારી ગ્યાલવાંગ કર્મપાના નામ પણ નિશાન બનાવવામાં આવ્યા છે.

શુ છે પેગાસસ જાણો ? 
 
પેગાસસ પ્રોજેક્ટ વિશ્વભરના 17 મીડિયા સંસ્થાઓના પત્રકારોનું એક ગ્રુપ છે, જે એનએસઓ (NSO) ગ્રુપ અને તેના સરકારી ગ્રાહકોની તપાસ કરી રહ્યું છે. ઇઝરાયેલની કંપની NSO સરકારોને સર્વેલન્સ ટેકનોલોજી વેચે છે. એની મુખ્ય પ્રોડક્ટ છે- પેગાસસ, જે જાસૂસી સોફ્ટવેર અથવા સ્પાયવેર છે.
 
પેગાસસ આઇફોન અને એન્ડ્રોઇડ ડિવાઇસને લક્ષ્યાંક બનાવ્યો છે. પેગાસસ ઇન્સ્ટોલ થતાં જ તેના ઓપરેટર ફોનથી ચેટ્સ, ફોટા, ઇમેઇલ અને લોકેશન ડેટા લઈ શકે છે. યુઝરને પણ ખબર હોતી નથી અને પેગાસસ ફોનના માઇક્રોફોન અને કેમેરાને એક્ટિવ કરી દે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર