મહારાષ્ટ્રમાં મોતનો વરસાદ, મહાડમાં જમીન ઢસડવાથી 30ના મોત, વધી શકે છે આંકડો

શુક્રવાર, 23 જુલાઈ 2021 (15:21 IST)
મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પછી રાયગઢ જીલ્લાના મહાડ ગામમાં લૈંડસ્લાઈડ હોવાને કારણે 30 લોકોના મોત થયા છે. પોલીસે શુક્રવારે કહ્યુ કે પહાડી ઢસડી પડવાની આ ઘટનામાં મરનારાઓની સંખ્યામાં વધારો થઈ શકે છે, કારણ કે હજુ પણ અનેક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે અને અનેક સ્થાન પર લૈંડસ્લાઈડના સમાચાર છે. 
અધિકારીઓએ જણાવ્યું હતું કે મહાડમાં ભૂસ્ખલન સ્થળેથી 30 લાશ જપ્ત કરવામાં  આવી છે. સ્થાનિક લોકોનુ કહેવુ છે કે હજુ વધુ લોકો કાટમાળમાં દબાયેલા હોઈ શકે છે. અધિકારીએ જણાવ્યું કે, એનડીઆરએફની એક ટીમ મુંબઇથી લગભગ 160 કિલોમીટર દૂર મહાડ પહોંચી છે, અને બીજી ટીમ જલ્દી જ  ત્યાં પહોંચી જશે,મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.
 
રાયગઢ જિલ્લા સંરક્ષક મંત્રી અદિતિ તટકરેના જણાવ્યા અનુસાર, મહાડ નજીક તલાઈ ગામમાં ભૂસ્ખલન બાદ બચાવ ટીમે કાટમાળમાંથી 30 મૃતદેહો બહાર કાઢ્યા છે. ગુરુવારે મોડી રાત્રે પહાડનો કેટલોક ભાગ ઢસડી પડવાના કારણે કેટલાક મકાનો ભૂસ્ખલનના ચપેટમાં આવ્યા. તેમણે કહ્યું કે 20 સ્થાનિક બચાવ ટીમ કાટમાળને હટાવવામાં લાગી છે, જ્યારે એનડીઆરએફ અને પોલીસ ગુમ થયેલા લોકોની શોધખોળ કરી રહી છે. 
 
વરસાદી નદીઓનું પાણી શહેરો, તાલુકાઓ અને ગામડાંમાં ઘૂસી ગયાં છે. મોસમ વિભાગે આગામી ત્રણ દિવસ માટે કોંકણ, મુંબઈ અને એની આસપાસના જિલ્લાઓ માટે રેડ અલર્ટ જાહેર કર્યું છે. થાણે અને પાલઘરમાં ભારે વરસાદને કારણે લાઈન વિસ્તાર 24 કલાક પાણીમાં ડૂબ્યો છે. કોંકણ ડિવિઝનમાં અત્યારસુધી વરસાદ સાથે જોડાયેલી ઘટનામાં 8 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે લગભગ 700 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
 
છેલ્લા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્રના ચિપલૂણ, કોલ્હાપુર, સતારા, અકોલા, યવતમાળ, હિગોલી જિલ્લામાં ભારે વરસાદ થયો છે. ચીખલી વિસ્તારમાં ભારે વરસાદને કારણે લોકોનાં ઘરમાં પાણી ભરાઈ ગયાં છે. અહીં NDRFની ટીમ રેસ્ક્યૂમાં લાગી ગઈ છે. દોરડાઓ અને હોડી દ્વારા લોકોને ઘરમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. થાણે, પાલઘરમાં આજે પણ વરસાદનું અલર્ટ આપવામાં આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર