ચોમાસાના વરસાદની સૌથી વધુ અસર હિમાચલ પ્રદેશમાં જોવા મળી રહી છે. મંડીમાં ઘણી જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ નોંધાઈ છે. આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે બિયાસ નદીમાં પૂર આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ હિમાચલ પ્રદેશમાં રેડ એલર્ટ જારી કર્યું છે. અત્યાર સુધીમાં 10 થી વધુ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે દિલ્હી-પંજાબ સહિત ઘણા રાજ્યોમાં 7 જુલાઈ સુધી ખૂબ જ ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે.
ઉપરાંત, ઉત્તર હરિયાણા, ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ, દક્ષિણ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મણિપુર અને ઉત્તર છત્તીસગઢ અને ગુજરાત (મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદર) માટે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, ઓડિશા, પૂર્વી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પૂર્વી રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્રમાં એક કે બે સ્થળોએ ભારે વરસાદ જોવા મળ્યો છે.