25 લાઈનમાં વાંચો પ્રણવ મુખર્જીનું સંઘના મંચ પર આપેલ સંપૂર્ણ ભાષણ

શુક્રવાર, 8 જૂન 2018 (12:01 IST)
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગુરૂવારે આરએસએસ મુખ્યાલયમાં પોતાની વાત મુકી. અહી તેમણે પ્રાચીન ભારતના ઈતિહાસ દર્શન અને રાજનીતિક પહેલુઓનો ઉલ્લેખ કર્યો. આ દરમિયાન તેમણે મહાત્મા ગાંધી, જવાહર લાલ નેહરુ, બાળ ગંગાધર તિલક અને સરદાર પટેલ સહિત અનેક અન્ય નેતાઓના વિચારોને યાદ કર્યા. આવો જાણીએ રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ પર શુ બોલ્યા પ્રણવ મુખર્જી.. 
 
1. રાષ્ટ્ર, રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રભક્તિને સમજવા માટે અમે અહી છે. હુ ભારત વિશે વાત કરવા આવ્યો છુ. દેશ પ્રત્યે નિષ્ઠા જ દેશભક્તિ છે. 
2. દેશભક્તિમાં દેશના બધા લોકોનુ યોગદાન છે. દેશભક્તિનો મતલબ દેશ પ્રત્યે આસ્થા સાથે છે. 
3. સૌએ કહ્યુ કે હિન્દુ એક ઉદાર ધર્મ છે. હ્વેનસંગ અને ફાહ્યાનએ પણ હિન્દુ ધર્મની વાત કરી છે. 
4. તેમણે કહ્યુ કે રાષ્ટ્રવાદ સાર્વભૌમિક દર્શન વસુધૈવ કુટુમ્બકમ સર્વ ભવન્તુ સુખિન સર્વ સન્તુ નિરામયા થી નીકળ્યો છે. 
5. ભારત દુનિયાનો સૌથી પ્રથમ દેશ છે.  ભારતના દરવાજા સૌ માટે ખુલ્લા છે. 
6. ભારતીય રાષ્ટ્રવાદમા એક વૈશ્વિક ભાવના રહી છે. અમે વિવિધતાનુ સન્માન કરીએ છીએ. 
7. અમે એકતાની તાકતને સમજીએ છીએ. અમે જુદી જુદી સભ્યતાઓને ખુદમાં સમાહિત કરતા રહ્યા છે. 
8. રાષ્ટ્રવાદ કોઈપણ દેશની ઓળખ છે અને સહિષ્ણુતા અમારી સૌથી મોટી ઓળખ છે. 
9. દેશ પર અનેકવાર આક્રમણ થયુ પણ 5000 વર્ષ જૂની અમારી સંસ્કૃતિ છતા પણ બની રહી. 
10  1800 વર્ષ સુધી ભારત દુનિયાના જ્ઞાનનુ કેન્દ્ર રહ્યુ છે. દાર્શનિકોએ પણ ભારતની વાત કરી છે. 
11. ભેદભાવ અને નફરતથી ભારતની ઓળખને ખતરો છે. નેહરુએ કહ્યુ હતુ કે સૌનો સાથ જરૂરી છે. 
12. તિલકે કહ્યુ હતુ કે સ્વરાજ અમારો જન્મસિદ્ધ અધિકાર છે. તિલકે કહ્યુ હતુ કે સ્વરાજમાં ધાર્મિક આધાર પર ભેદભાવ નહી થાય. 
13. રાષ્ટ્રવાદ કોઈ ધર્મ, ભાષા કે જાતિ સાથે બંધાયેલો નથી. સંવિધાનમાં આસ્થા જ અસલી રાષ્ટ્રવાદ છે. 
14. અમારુ લોકતંત્ર ઉપહાર નથી. પણ લાંબા સંઘર્ષનુ પરિણામ છે. 
15. સહનશીલતા જ અમારા સમાજનો આધાર છે. સૌએ મળીને દેશને ઉન્નત બનાવ્યો છે. 
16. ભારતમાં વિવિધ ધર્મ જાતિ અને વર્ગ હોવા છતા આપણે એક છીએ. 
17. દેશમા આટલી વિવિધતા હોવા છતા પણ અમે એક જ સંવિધાન હેઠળ કામ કરી રહ્યા છીએ. 
18. દેશની સમસ્યાઓ માટે સંવાદનુ હોવુ જરૂરી છે. વિચારોમાં સમાનતા લાવવા માટે સંવાદ જરૂરી છે. 
19. આપણે લોકોને ભયથી મુક્ત કરવા પડશે. આપણે એ ચોક્કસ કરવુ પડશે કે દરેક વ્યક્તિની લોકતંત્રમાં ભાગીદારી હોય. 
20. અમે વિકાસ કર્યો પણ લોકોની ખુશી માટે વધુ કશુ કરી શક્યા નથી. 
21. તેમણે કૌટિલ્યને યાદ કરતા કહ્યુ કે લોકોની પ્રસન્નતામાં જ રાજાની ખુશી હોય છે. રાજાની જવાબદારી હોવી જોઈએ કે તે ગરીબો માટે સંઘર્ષ કરતો રહે. 
22. તેમણે સમ્રાટ અશોકને યાદ કરતા કહ્યુ કે વિજયી થયા પછી પણ અશોક શાંતિનો પુજારી હતો. 
23. મુખર્જીએ કહ્યુ કે હિંસા છોડી શાંતિના રસ્તે ચાલતા રહેવુ જોઈએ. બધા ખુશ અને સ્વસ્થ રહે, આ જ અમારુ લક્ષ્ય હોવુ જોઈએ. 
24. અમારુ લક્ષ્ય શાંતિ અને નીતિ નિર્ધારણ હોવુ જોઈએ. શાંતિની તરફ વધીને જ સમૃદ્ધિ મળશે. 
25. તેમણે કહ્યુ કે સરકાર લોકો માટે અને લોકોની હોવી જોઈએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર