સરકારે ખાનગી સ્કૂલોને ફી વધારાવા આપી મંજૂરી: અમદાવાદની શાળઓ દોઢ લાખ સુધીની ફી ઉઘરાવશે

ગુરુવાર, 7 જૂન 2018 (14:32 IST)
ગુજરાતની અનેક ખાનગી સ્કૂલોમાં રાજય સરકારના ફી નિયમનના કાયદાને નેવે મુકાયો છે. રાજય સરકારે અમદાવાદ ઝોનની નવી શાળાઓની ફી ઘટાડવાના બદલે ફી વધારવાની મંજૂરી આપી છે. અમદાવાદની રિવર સાઈડ સ્કૂલને રૂપિયા 1.50 લાખની ફી વધારવાની મંજૂરી આપી છે અને રિવરસાઈડ સ્કૂલ દ્વારા રૂપિયા 2.14 લાખની ફીની માગ કરાઈ હતી. ત્યારે રાજય સરકારે 24થી વધુ શાળાઓને રૂપિયા 30 હજારથી વધારે ફીની મંજૂરી આપી છે. ફી વધારવાની મંજૂરી આપતા રાજય સરકારની ફી ઘટાડવાની વાતનો ફિયાસ્કો થયો છે. રાજ્ય સરકારે 27 હજાર સુધી ફી ઘટાડવાની વાત કરી હતી. ત્યારે અહી રાજ્ય સરકાર સામે અનેક સવાલો ઊભા થાય છે. રાજ્ય સરકારે ફી ઘટાડવાના વાલીઓને કેમ ખોટા વાયદા આપ્યા? અમદાવાદ ઝોનની નવી શાળાઓમાં કયાં ઘટી ફી? ખાનગી શાળા સંચાલકો સામે સરકારે કેમ નમતુ જોખ્યું? ચૂંટણી પહેલા સરકારે આપેલા વચનોમાં સરકારની કેમ પીછેહઠ? ખાનગી શાળાઓએ માંગેલી ફી મંજૂર કરવા સરકાર કેમ મજબૂર બની? આ ઉપરાંત પણ ઘણા સવાલો ઊભા થાય છે કે, સરકારે શાળાઓને ફી વધારવાની આપી મંજૂરી? શું રાજય સરકાર અને ખાનગી શાળાઓની ફી મામલે છે મિલીભગત? ખાનગી શાળાઓ સામે સરકાર કેમ પડી ઘૂંટણીયે? કેવી રીતે વાલીઓ ભણાવે વિદ્યાર્થીઓને ? આવા તમામ પ્રકારના અનેક સવાલ અહીં ઊભા થાય છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર