ચોમાસાની શરૂઆત સાથે કેરળમાં તબાહી

શુક્રવાર, 24 મે 2024 (14:36 IST)
કેરળમાં પ્રિ-મોન્સૂન આવી ગયું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો છે. મુશળધાર વરસાદને કારણે 4 લોકોના મોત થયા હતા અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. IMDએ 9 જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ માછીમારોને દરિયાની નજીક ન જવા ચેતવણી આપવામાં આવી છે.
 
વાવાઝોડાને કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ તથા પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આ સિવાય અન્ય વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. 
 
તે 24 મેની સવાર સુધીમાં બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશન તરીકે કેન્દ્રિત થવાની સંભાવના છે. તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને 25મી મેની સવાર સુધીમાં પૂર્વ-મધ્ય BOB ઉપર ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બનશે.
 
IMDએ કહ્યું કે રવિવારે ગંભીર ચક્રવાત 'રેમાલ' વાવાઝોડાના રૂપમાં બાંગ્લાદેશ અને તેની નજીકના બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે. ચક્રવાતને કારણે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
 
માછીમારોને 27 મે સુધી કિનારે પાછા ફરવા અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે. IMD એ જણાવ્યું કે, 27 મે, 2024ના રોજ આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર