અફઘાનિસ્તાનમાં ભારે વરસાદને કારણે 60થી વધુ લોકોના મોત

રવિવાર, 19 મે 2024 (08:44 IST)
અફઘાનિસ્તાનમાં ભારે વરસાદને કારણે આવેલું પૂર લોકો માટે સંકટ બની ગયું છે. પૂરને કારણે અફઘાનિસ્તાનમાં અલગ-અલગ સ્થળોએ 60થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. તાલિબાનના એક અધિકારીએ આ માહિતી આપી હતી.
 
પ્રાંતીય ગવર્નરના પ્રવક્તા અબ્દુલ વાહિદ હમાસે જણાવ્યું હતું કે સૌથી વધુ અસરગ્રસ્ત ગોર પ્રાંતમાં 50 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.

તેમણે એમ પણ કહ્યું કે શુક્રવારના પૂર બાદ રાજધાની ફિરોઝ કોહ સહિત વિવિધ વિસ્તારોમાં હજારો મકાનો અને મિલકતોને નુકસાન થયું હતું અને સેંકડો હેક્ટર ખેતીની જમીન નાશ પામી હતી.અસરને કારણે પ્રાંતને મોટું આર્થિક નુકસાન થયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર