VIDEO: મુંબઈમાં વાવાઝોડાનો કહેર, બિલ બોર્ડ ધરાશાયી થતા 8 લોકોના મોત અને 64 લોકો ઘાયલ, CM એ કરી વળતરની જાહેરાત

મંગળવાર, 14 મે 2024 (01:00 IST)
મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં હૉર્ડિંગ પડવાની ઘટનામાં ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત થયાં છે અને 54 લોકો ઘાયલ થયા છે. સોમવારે સાંજે મુંબઈમાં અચાનક ધૂળની ડમરીઓ ઊડી અને વરસાદ થયો હતો જેના કારણે શહેરમાં ઘણી જગ્યાએ હોર્ડિંગ્સ તૂટી પડ્યાં હતાં. મુંબઈમાં ફાયરબ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળે હાજર છે. મુંબઈ મહાનગરપાલિકા અનુસાર, ઘાટકોપર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પાસે મોટું હૉર્ડિંગ અચાનક પડી ગયું હતું. ઘાટકોપર નજીક વ્યસ્ત રહેતા ઇસ્ટર્ન ઍક્સપ્રેસ હાઇવે નજીક આ ઘટના બની છે.

 
ઘાયલ લોકોની સારવાર નજીકની રાજાવાડી હૉસ્પિટલમાં ચાલી રહી છે.
 
વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર હજુ પણ લગભગ 100 લોકો કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે. મુંબઈમાં ફાયરબ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળે હાજર છે. મુંબઈ મહાનગરપાલિકા અનુસાર, ઘાટકોપર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પાસે મોટું હૉર્ડિંગ અચાનક પડી ગયું હતું. ઘાટકોપર નજીક વ્યસ્ત રહેતા ઇસ્ટર્ન ઍક્સપ્રેસ હાઇવે નજીક આ ઘટના બની છે. 
 
વડાલામાં જોરદાર વાવાઝોડાને કારણે બાંધકામ હેઠળનો મેટલ પાર્કિંગ ટાવર ધરાશાયી થયો હતો. જેના કારણે અનેક વાહનો અથડાયા હતા. બીજી તરફ ઘાટકોપરમાં એક બિલબોર્ડ પડી જવાથી 59 લોકો ઘાયલ થયાના સમાચાર છે. 100થી વધુ લોકો ત્યાં ફસાયા હતા. BMC અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
 
હવામાન વિભાગે કહ્યું છે કે આગામી બે દિવસ સુધી આવુ જ વાતાવરણ રહી શકે છે. પાલઘર અને થાણે જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ પવનની ઝડપ 50-60 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. કેટલાક સ્થળોએ ભારે પવન સાથે વીજળી પણ પડી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર