શિવસેના UBT નેતા સુષ્મા અંધારેનું હેલિકોપ્ટર મહારાષ્ટ્રના રાયગઢમાં ક્રેશ થયું

શુક્રવાર, 3 મે 2024 (13:11 IST)
Sushma andhare helicopter- શિવસેના (UBT)ના નેતા સુષ્મા અંધારેને સભામાં લઈ જતું હેલિકોપ્ટર રાયગઢ જિલ્લાના મહાડમાં ક્રેશ થયું હતું. રિપોર્ટ અનુસાર, બંને પાઈલટ સુરક્ષિત છે, સુષ્મા અંધારેએ પોતે ક્રેશનો વીડિયો પોસ્ટ કર્યો છે. ગઈકાલે તેમણે મહાડમાં સભા કરી હતી. રાત પડી હોવાથી તે ત્યાં જ રોકાઈ. આજે એક હેલિકોપ્ટર તેમને અન્ય સભા સ્થળે લઈ જવા માટે આવ્યું હતું.
 
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં પાયલોટ સુરક્ષિત હોવાનું કહેવાય છે. હેલિકોપ્ટર દુર્ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સુષ્મા અંધારે હેલિકોપ્ટરમાં ચઢી શકે તે પહેલા હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી હતી અને તેણીનો આબાદ બચાવ થયો હતો. સવારે 9.30 વાગે સુષ્મા અંધારે બારામતી તરફ જઈ રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર