દિલ્હીમાં કોરોના સંક્રમણ (Delhi Corona Guidelines)ના વધતા કેસને જોતા DDMD (દિલ્લી ડિજાસ્ટર મેનેજમેંટ અથોરિટી) એ તાજેતરમાં બધા પ્રાઈવેટ ઓફિસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ફક્ત એ પ્રાઈવેટ ઓફિસને ખોલવાની મંજુરી છે જે જરૂરી સેવાઓ સાથે સંકળાયેલી છે. આ આદેશ પછી સ્પષ્ટ છે કે દિલ્હીમાં હવે પ્રાઈવેટ ઓફિસના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ જ કરશે. થોડી જ વારમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પ્રેસ કૉન્ફ્રેંસ કરશે.
- દિલ્હીની જેલમાં 66 કેદીઓ અને 48 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.
- ભારતમાં આજથી વિદેશથી આવનારા તમામ મુસાફરોએ 7 દિવસ સુધી ક્વોરેન્ટીન થવું જરૂરી છે. આઠમા દિવસે મુસાફરોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે.
- 208 દિવસ પછી દેશમાં ફરી સૌથી વધારે એક્ટિવ કેસ થયા છે, હાલ એક્ટિવ કેસ 8.21 લાખ છે.
- મુંબઈમાં 400 ડોક્ટર્સનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એમાં જેજે હોસ્પિટલમાં 100, સાયનમાં 104, કેઈએમ મુંબઈમાં 88, NAIRમાં 59 ડોક્ટર દાખલ છે. આ સિવાય થાણે, પુણે અને નાંદેડમાં 50થી વધુ ડોક્ટર કોરોના સંક્રમિત થયા છે.
- બિહારમાં 500થી વધુ ડોક્ટરોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
- આગ્રામાં કોરોનાના 1000થી વધુ એક્ટિવ કેસને પગલે સ્વિમંગ પૂલ અને જિમ બંધ રહેશે.