ઉલ્લેખનીય છે કે આ વિવાદ એક વીડિયો સામે આવ્યા પછી શરૂ થયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બંતવાલમાં એક રેલીમાં હતા. ન્યૂઝ એજંસી મુજબ વીડિયોમાં દેખાય રહ્યુ છે કે મંચ પર બેસેલા રાહુલ કર્ણાટકના કોંગ્રેસ મહાસચિવ કે.સી વેણુગોપાલની તરફ પોતાની ઘડિયાળ બતાવતા ઈશારો કરી રહ્યા છે. જેનાથી લાગી રહ્યુ છે કે તેઓ કહી રહ્યા હોય કે કાર્યક્રમ જલ્દી ખતમ કરે.
બીજેપીએ કર્યુ ટ્વીટ
કર્ણાટક બીજેપીએ આ ઘટનાને લઈને ટ્વીટ કર્યુ. કર્ણાટક બીજેપી તરફથી કહેવામાં આવ્યુ કે 1937માં નેહરુએ જીન્નાને સંતુષ્ટ કરવા માટે વંદે માતરમનો અમુક ભાગ છોડી દીધો હતો. આજે રાહુલ ગાંધીએ પણ એવુ જ કર્યુ, જે રાષ્ટ્રગીત પ્રત્યે કોંગ્રેસનું વલણ દર્શાવે છે.