મહારાષ્ટ્રમાં, એક 9 વર્ષના છોકરા સામે તેના પડોશમાં રહેતી સાડા ચાર વર્ષની બાળકીનું જાતીય શોષણ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના ઉલ્હાસનગર શહેરની છે. થાણે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પીડિતાની માતાએ ફરિયાદ નોંધાવી છે કે 3 એપ્રિલના રોજ, છોકરો રમવાના બહાને છોકરીને એકાંત સ્થળે લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ કર્યું.
ઉલ્લેખનીય છે કે આ બાળકને આ અંગે પોલીસ પુછપરછ માટે લઇ જશે, હાલ તેની અટકાયત પણ કરવામાં આવી નથી,આ ઘટનાની પોલીસ સઘન તપાસ કરી રહી છે.