પત્થરમારો, 20 FIR અને 20 અરેસ્ટ, ત્રિપુરા હિંસાની આગમા સળગી રહ્યા છે મહારાષ્ટ્રના 5 જીલ્લા

શનિવાર, 13 નવેમ્બર 2021 (13:50 IST)
મહારાષ્ટ્રના પાંચ જિલ્લાઓ હવે ત્રિપુરા હિંસાની આગમાં લપેટાઈ ગયા છે. ત્રિપુરામાં સાંપ્રદાયિક હિંસાના વિરોધમાં મહારાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં રેલીઓ પર પથ્થરમારાની ઘટનાઓના સંબંધમાં ઓછામાં ઓછી 20 FIR નોંધવામાં આવી છે અને 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. શુક્રવારે કેટલાક મુસ્લિમ સંગઠનો દ્વારા કાઢવામાં આવેલી રેલી દરમિયાન પથ્થરમારાની ઘટનાઓ મુખ્યત્વે અમરાવતી, માલેગાંવ અને નાંદેડ શહેરોમાં બની હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂર્વી મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસની બહાર 8,000 થી વધુ લોકો મેમોરેન્ડમ સબમિટ કરવા માટે એકઠા થયા હતા. આ આવેદનપત્રમાં લઘુમતી સમાજ પર થતા અત્યાચાર બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. જ્યારે લોકો મેમોરેન્ડમ સોંપીને જતા રહ્યા હતા ત્યારે કોતવાલી પોલીસ સ્ટેશન હેઠળના ચિત્રા ચોક અને કોટન માર્કેટ વચ્ચે ત્રણ જગ્યાએ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર