Delhi-NCR Air Pollution: નોએડાની હવા સૌથી વધુ ઝેરીલી, 750ને પાસ પહોંચી AQI, દિલ્હીમાં પણ હાલત ખરાબ, ઓવઓલ AQI સુધી પહોચ્યા
નોએડા તમામ ક્ષેત્રોમાં ઉન્નતિ જરૂર કરી રહ્યુ હોય પણ પ્રદૂષણના મામલે નોએડાએ બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. દિલ્હી એનસીઆરના વિસ્તારમાં જો ગુરૂગ્રામ, દિલ્હી, ગાજિયાબાદ અને નોએડાની વચ્ચે તુલના કરો તો નોએડા (Delhi-NCR Air Pollution)ની હવા આ સમયે સૌથી વધુ પ્રદૂષિત છે. નોએડાનુ AQI 750 ને પાર પહોચી ગયુ છે. સવારે 4 વાગે 772 નોંધવામાં આવ્યુ. રવિવારે આ આંક દો 800ને પાર પણ જઈ શકે છે. સફર એપ અનુસાર, નોઈડાના એર ક્વોલિટી ઈન્ડેક્સ રવિવારે 830 ની નજીક હોવાનો અંદાજ છે, એટલે કે હાલમાં, નોઈડાના રહેવાસીઓ દિલ્હી એનસીઆરમાં સૌથી વધુ ઝેરી હવામાં શ્વાસ લઈ રહ્યા છે અને જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો, આગામી દિવસોમાં સમસ્યા વધી શકે છે.