સૌરાષ્ટ્રની 7 બેઠક પર સવારે 8 વાગ્યાથી જ પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજકોટમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. જ્યારે અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આગળ ચાલી રહ્યાં છે. ભાવનગરમાં ભારતીબેન શિયાળ(BJP) આગળ ચાલી રહ્યાં છે. જૂનાગઢમાં સવારથી સર્વર ડાઉન હોવાથી ખુબ જ ધીમી ગતિએ મતગણતરી ચાલી રહી છે.