ગુજરાતની 26 બેઠકો પર ભાજપ આગળ, ગુજરાતમાં મોદી લહેર છવાઈ

ગુરુવાર, 23 મે 2019 (11:04 IST)
ગુજરાતમાં 26 લોકસભા પર હાલમાં મતગણતરી થઈ રહી છે. વર્ષ 2014માં ભાજપે 26માંથી 26 બેઠકો મેળવી ગુજરાતમાં ભવ્ય જીત મેળવી હતી. આ વર્ષે ભાજપ માટે કપરાં ચઢાણ હોવા છતાં મોદીલહેર છવાયેલી જોવા મળી રહી છે. કોંગ્રેસના 6 બેઠકો જીતવાના દાવા વચ્ચે હાલમાં કોંગ્રેસ માત્ર 2 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. અમરેલીથી પરેશ ધાનાણી આગળ ચાલી રહ્યાં છે. ગાંધીનગરમાંથી અમિત શાહ આગળ ચાલી રહ્યાં છે. શરૂઆતના ટ્રેન્ડ બાદ 2 બેઠકો પર પણ ભાજપ પાછળ ધકેલાતાં હવે 26 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે.ગુજરાતમાં પાટણ અને અમરેલી બેઠક પર શરૃઆતના ટ્રેન્ડમાં આગળ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. 26 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. હાલમાં આ શરૂઆતનો ટ્રેન્ડ છે. જેમાં બદલાવ થઈ શકે છે પણ હાલમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હોવાનું સ્પષ્ટ છે. દેશમાં પણ ભાજપ 200 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. દેશમાં ભાજપ તરફી લહેર જોવા મળતાં ભાજપે જીતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં જે બેઠકો પર કોંગ્રેસ આગળ હતી ત્યાં પણ હવે પાછળ ચાલી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર