કોંગ્રેસનો આક્ષેપ, કામધેનુ યુનિવર્સિટીમાં સાત જગ્યા પર ભરતી પ્રક્રિયામાં ભષ્ટ્રાચાર
મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (11:07 IST)
ભાજપ સરકારના ભ્રષ્ટાચારી વહિવટનું તાજેતરનો નમુનો કામધેનુ યુનિવર્સિટીમાં થયેલ ભરતી વર્ગ-૧ અને વર્ગ-૨માં સાત જેટલી જગ્યામાં ભરતીમાં અનિયમિતતા - ગોટાળો સામે આવ્યો છે ત્યારે ભ્રષ્ટ ભાજપ સરકારના શાસનમાં ભાજપ અને આર.એસ.એસ.ના મળતીયાઓને ભરતી કરવાના કાવતરા પર આકરા પ્રહારો કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે આવેલી કામધેનુ યુનિવર્સિટીમાં હિસાબી અધિકારી, એકાઉન્ટન્ટ, ઓડિટ ઓફિસર, નિયામક વિદ્યાર્થી કલ્યાણ, કાર્યપાલ ઈજનેર અને નાયબ કુલ સચિવની ભરતીમાં દેખીતી રીતે ભરતી કૌભાંડ કરવામાં આવ્યું છે.
જે ટ્રેઝરી ઓડિટના અહેવાલમાં ઉજાગર કરવામાં આવ્યું છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપ શાસનમાં દરેક વિભાગની જેમ ઠેર ઠેર શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં વધ્યો છે. કલાર્કથી લઈને પટાવાળા – વોચમેનની ભરતીમાં પણ ગોઠવણ – ભ્રષ્ટાચાર અંગે ભાજપ સરકાર જવાબ આપે.
પારદર્શક વહિવટનો ગુલબાંગો પોકારતી ભાજપ શાસનમાં શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનો એપી સેન્ટર બન્યું છે ત્યારે અધ્યાપકો, વહિવટી કર્મચારીઓ, નાયબ કુલસચિવ સહિતની નિમણુંકોમાં અનિયમિતતા – ગેરરીતિ કરવામાં આવે અને ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે તે માટે મોટા ભાગની યુનિવર્સિટીઓમાં ઢાંકપીછોડો કરે તેનાથી સ્પષ્ટ થાય છે કે, ભાજપ શિક્ષણ જેવા વિભાગને કઈ દિશામાં લઈ જવા માંગે છે.
વર્ષના અંતે કરવામાં આવતા ઓડિટમાં ભરતી પ્રક્રિયામાં થયેલી અનિયમિતતા પર સવાલ કરતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કામધેનુ યુનિવર્સિટીમાં થયેલી ભરતી પ્રક્રિયા તાત્કાલીક ધોરણે તપાસ કરવામાં આવે તે સરકારની ફરજમાં આવે છે. સમગ્ર ભરતી પ્રક્રિયામાં થયેલા અનિયમિતતા સામે કોંગ્રેસપક્ષ મહામહિમ રાજ્યપાલશ્રી સમક્ષ રજુઆત કરાશે. તાજેતરમાં કચ્છ યુનિવર્સિટીમાં પણ પોતાના મળતિયાઓના ગોઠવણ માટે ભાજપ સરકારના ઈશારે સમગ્ર પસંદગી કમીટીની સ્વાયતતા નેવે મુકી સરકારની દખલગીરી સામે આવી હતી.
જગ્યાનું નામઉમેદવારનું નામઅનિયમીતતાની બાબત
હિસાબી અધિકારીનિરાગ જે. દવેહિસાબી અધિકારી માટેની અનુભવની પરીપૂર્ણતા નથી.
ઓડિટ અધિકારીસી.પી.સોલંકીઓડિટ અધિકારી માટેની અનુભવની પરીપૂર્ણતા નથી.
ઓડિટ અધિકારીકે. એમ. પંચાલઓડિટ અધિકારી માટેની ઉમેદવારની ઉંમર લાયકાત કરતા વધુ છે.
નિયામક વિદ્યાર્થી કલ્યાણ ભાવિક એન. પટેલનિયામક વિદ્યાર્થી કલ્યાણ અભ્યાસની લાયકાત પરિપૂર્ણ કરતા નથી.
કાર્યપાલક ઈજનેરશ્રીસંજય જી. ચાંદણેકાર્યપાલક ઈજનેરશ્રી માટેની અનુભવની પરીપૂર્ણતા નથી.
નાયબ કુલ સચિવમનિષ ગુપ્તાસ્ટેચ્યુટ-૧૧૬ મુજબ નાયબ કુલ સચિવની જગ્યા આપવામાં આવેલ નથી. તેમ છતાં ભરતી કરેલ છે.