.પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરનારાઓને હંમેશા જૉબ જવાનો ડર લાગતો રહે છે. જો તમારી કોઈ કારણસર નોકરી છૂટી જાય છે તો વધુ પરેશન થવાની જરૂર નથી. કારણ કે હવે જો તમારી નોકરી છૂટી પણ જાય છે તો તમને ઘરે બેસ્યા 24 મહિનાની સેલેરી મળશે. પ્રાઈવેટ નોકરી કરનારાઓ માટે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) એ આ મોટુ પગલુ ઉઠાવ્યુ છે.
કેવી રીતે ઉઠાવી શકો છો લાભ
તમે પણ આ યોજનાનો લાભ ઉઠાવવા માંગો છો તો, તમારે (ESIC)ની અટલ વીમા કલ્યાણ યોજનામાં રજિસ્ટ્રેશન કરવું પડશે. તમે ESICની વેબસાઈટ પર જઈને અટલ વીમા કલ્યાણ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. આ ફોર્મ ભરીને તમારે ESICની કોઈ બ્રાન્ચમાં જમા કરાવવું પડશે. આ ફોર્મ સાથે 20 રૂપિયાનું સોગંધનામુ પણ કરવું પડશે. એમાં AB-1 થી લઈને AB-4 સુધીના ફોર્મ ભરાવવામાં આવશે. ઓનલાઈન સુવિધા પણ શરૂ થવાની છે. આ વિશે વધારે જાણકારી માટે તમે www.esic.nic.in પર પણ જઈ શકો છો. ઉલ્લેખનીય છે કે, આ યોજનાનો લાભ એક જ વખત મળી શકશે.
આ લોકોને નહી મળે લાભ
ESICના નિયમો અનુસાર આ યોજનાનો લાભ લેવા માટે એક માપદંડ બનાવવામાં આવ્યો છે. જો નોકરીમાંથી કાઢેલા વ્યક્તિ પર કોઈ કાનુની અપરાધનો કેસ દાખલ હશે તો તેને લાભ નહીં મળે. એ સિવાય જો કોઈ પોતાની ઈચ્છાથી નોકરી છોડે છે, તો એવા લોકોને પણ કશો લાભ નહીં મળે.