Health Tips - સવારે ઉઠતાની સાથે જ જો તમને ગળામાં ખરાશ કે દુઃખાવો થાય તો અજમાવો આ ઉપાય

સોમવાર, 18 માર્ચ 2024 (09:29 IST)
home remedies for throat
હાલમાં ડબલ ઋતુ ચાલી રહી છે.  આખો દિવસ દરમિયાન તડકો અને રાત્રે ઠંડી હોય છે. બદલાતા હવામાનને કારણે લોકો મોટાભાગે મોસમી રોગોનો શિકાર બને છે અને સવારે ઉઠીને તેમને વારંવાર શરદી, દુખાવા અને ખંજવાળનો સામનો કરવો પડે છે. જો કે, ગળામાં દુખાવો થવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે કેટલીકવાર લોકોને ખૂબ ઠંડુ પાણી પીવાથી અને ક્યારેક ગળામાં ચેપને કારણે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તેનાથી છુટકારો મેળવવા માટે આ ઘરેલુ ઉપાયો અજમાવો.
 
ગાળામાં ખીચખીચ અને ખારાશ દૂર કરવા માટે અજમાવો આ ઉપાય 
 
મધ છે લાભકારી : મધ ખારાશની ​​સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે. એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પીવો. આમ કરવાથી ગળાના દુ:ખાવાથી રાહત મળશે.
 
ગરમ પાણીની વરાળ : જો તમને ગળામાં દુ:ખાવો, ખારાશ કે ખૂબ ઉધરસ આવતી હોય તો તમારે સૌ પ્રથમ વરાળ લેવી જોઈએ. ગરમ પાણીની વરાળ લેવાથી શ્વાસમાં અવરોધિત નાક અને ગળાને સાફ કરવામાં મદદ મળે છે. જેનાથી શ્વાસ લેવામાં સરળતા રહે છે. તેનાથી ગળાના દુ:ખાવામાં પણ રાહત મળે છે.
 
પીવો કુણું પાણી : કુણું પાણી ખારાશને દૂર કરવામાં અસરકારક છે. હૂંફાળા પાણીમાં થોડું મીઠું નાખીને પીવો. મીઠું એન્ટીબેક્ટેરિયલ છે જે ગળાના દુખાવામાં રાહત આપે છે. હૂંફાળા પાણીમાં મીઠું ભેળવી પીવાથી દુ:ખાવામાં તરત રાહત મળે છે. દિવસમાં ત્રણથી ચાર વખત આ પાણીથી ગાર્ગલ કરવાથી આરામ મળશે.
 
લવિંગનું કરો સેવન : સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ગળાના દુખાવામાં રાહત આપવામાં લવિંગ ફાયદાકારક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે જે ગળાના દુ:ખાવામાં રાહત આપે છે.
 
મસાલા ચા: મસાલા ચા ગાળામાં ખારાશ અને ગળાના દુખાવાને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. આ  પીવાથી ગળામાં આરામ મળશે. ધ્યાન રાખો કે   મસાલા ચામાં વધુ લવિંગ, કાળા મરી અને આદુ વધુ નાખો.
 
આદુનો ઉપયોગ કરો : આદુનો ઉપયોગ ખાંસી અને ગળાનાં ખારાશમાં લાભકારી છે. તેને કાચો ચાવવાથી તમને ગળાના દુ:ખાવાથી તરત રાહત મળશે. જો તમે તેને કાચું ખાઈ શકતા ન હોય તો તેનાં લાડુ બનાવી લો. તેનાથી તમને ઘણી રાહત મળશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર