Chest Pain: પેટમાં બની રહેલ ગેસ ફક્ત પેટના જ દુખાવાનુ કારણ નથી બનતી પણ તેનો પ્રભાવ છાતી પર પણ પડી શકે છે. જેનાથી છાતીમાં બળતરા અને દુખાવો થવા માંડે છે. જોકે બધાને ગેસની સાથે છાતીમા દુખાવો થાય એ જરૂરી નથી અને આ ખૂબ સામાન્ય પણ નથી પણ જો દુખાવો થાય તો કેટલાક એવા ઘરેલુ ઉપાય પણ છે જે ખૂબ કામ આવે છે. ગેસ ઉપરાંત એસિડ રિફલક્સ (Acid Reflux) થતા પણ છાતીમાં દુખાવો થવા માંડે છે. કારણ કે પેટમાંથી નીકળનારી એસિડિક ગેસ (Acidic Gas) શ્વસન નળી દ્વારા સીધો છાતી સુધી પહોચે છે. મોડુ કર્યા વગર જાણીએ એ કયા નુસ્ખા છે જે ગેસને કારણે થનારા છાતીના દુખાવાથી છુટકારો અપાવી શકે છે.
ગેસને કારણે છાતીમાં દુખાવાના ઘરેલુ ઉપાય - Chest Pain In Gas Home Remedies
આદુ - ગેસ, એસીડિટી, પેટમાં દુખાવા જેવી પરેશાની પર આદુ કમાલની અસર બતાવે છે. તેના એંટી-ઈફ્લેમેટરી ગુણ અનેક પરેશાનીઓ દૂર કરે છે. ગેસને કારણે છાતીમાં થઈ રહેલ દુખાવાથી છુટકારો મેળવવા માટે પણ આદુનુ સેવન કરી શકાય છે. આ માટે તમે આદુને ઉકાળીને આ પાણીને ગરમ-ગરમ પી શકો છો કે પછી આદુને(Ginger) આમ જ ખાઈ શકો છો આ બંને રીતે લાભકારી છે.