નવરાત્રિમાં કાળા ચણા કેમ બનાવીએ છે? જાણો રેસીપી

ગુરુવાર, 19 ઑક્ટોબર 2023 (14:15 IST)
kala chana recipe- કન્યા પૂજામાં કાળા ચણા દેવીને અર્પણ કરવામાં આવે છે. આ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તે શુદ્ધ અને સાત્વિક ખોરાક માનવામાં આવે છે, તેથી તે દેવીને ભોગ તરીકે અર્પણ કરવામાં આવે છે.
 
1 કપ કાળા ચણા
2 કપ પાણી
1/2 ચમચી સોડા
1 ચમચી મીઠું
2 ચમચી તેલ
1/2 જીરું પાવડર, કાળા મરી
 
 
બનાવવાની રીત: 
 
સૌ પ્રથમ કાળા ચણાને સારી રીતે ધોઈ લો. પછી તેને 8-10 કલાક પાણીમાં પલાળી રાખો.
હવે પલાળેલા ચણાને એક તપેલીમાં નાંખો અને તેમાં પાણી ઉમેરીને ઉકાળો.આ સાથે થોડો સોડા અને મીઠું નાખો.
ચણા નરમ થઈ જાય એટલે તેને વાસણમાં કાઢી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ચણા નાખીને હલકા તળી લો.
ત્યાર બાદ તેમાં થોડા મસાલા જીરું, કાળા મરી, સમારેલી લીલા ધાણા વગેરે ઉમેરો.
હવે તેને માતા રાણીને અર્પણ કરો, તે પછી તમે તેને કન્યાઓને ખવડાવી શકો છો

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર